બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Merely smuggling gold not terrorist act under UAPA: Delhi High Court

ચુકાદો / UAPA કાયદા હેઠળ સોનાની તસ્કરી આતંકવાદી કૃત્ય નથી- હાઈકોર્ટે 9 આરોપીઓને આપ્યા જામીન

Hiralal

Last Updated: 06:08 PM, 5 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી હાઈકોર્ટે સોનાની તસ્કરીને આતંકવાદી કૃત્ય માનવાનો ઈન્કાર કરીને 9 આરોપીઓને જામીન આપી દીધા છે.

  • સોનાની તસ્કરીને આતંકવાદી કૃત્ય ગણવાનો દિલ્હી હાઈકોર્ટનો ઈનકાર 
  • કહ્યું, ફક્ત સોનાની તસ્કરી યુએપીએ કાયદા હેઠળ આતંકવાદી કૃત્ય નથી 
  • સોનાની તસ્કરીના 9 આરોપીને કોર્ટે આપ્યા જામીન 

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે, દેશની આર્થિક સુરક્ષા અને આર્થિક સ્થિરતાને ખતરામાં નાખ્યા વગર માત્ર સોનાની દાણચોરી કરવી એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ (યુએપીએ) હેઠળ આતંકવાદી કૃત્ય નથી. જસ્ટિસ મુક્તા ગુપ્તા અને મિની પુષ્કર્ણાની ખંડપીઠે શુક્રવારે આસામથી દિલ્હી 83.621 કિલો વજનના 500 સોનાના બિસ્કિટની દાણચોરી કરવા બદલ ધરપકડ કરાયેલા નવ વ્યક્તિઓને જામીન આપી દીધા છે.

UAPA કાયદામાં સોના શબ્દનો ઉલ્લેખ નથી- હાઈકોર્ટ 

ખંડપીઠે કહ્યું હતું કે યુએપીએ કાયદા હેઠળ આતંકવાદી કૃત્યની વ્યાખ્યામાં સુધારો કરવા છતાં, કાયદાની કલમ 15 (1) (એ) (iiia) માં 'સોનું' ઉમેરવામાં આવ્યું નથી.

સોનાની આયાત પ્રતિબંધિત નથી 
કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે નકલી ચલણ અથવા સિક્કા રાખવા, તેનો ઉપયોગ, ઉત્પાદન, સ્થાનાંતરણ કરવું ગેરકાયદેસર છે, પરંતુ સોનાનું ઉત્પાદન, હોલ્ડિંગ, ઉપયોગ વગેરે કરવું ગેરકાયદેસર નથી. સોનાની આયાત પર પણ પ્રતિબંધ નથી, પરંતુ યોગ્ય ડ્યુટી ચૂકવવા પર પ્રતિબંધ છે.

9 આરોપીઓ જામીન પર મુક્ત 

આરોપ છે કે ઓગસ્ટ 2020 માં 500 થી વધુ સોનાના બિસ્કિટ (83.6 કિલો) સાથે પકડાયા બાદ આરોપીઓની ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેઓ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને દિબ્રુગઢ-નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમાંથી આઠ - રાયકિરણ બલસો ગાયકવાડ, સદ્દામ રમઝાન પટેલ, દિલીપ લક્ષ્મણ પાટિલ, પવન કુમાર મોહન ગાયકવાડ, અવધૂત અરુણ વિભૂતે, સચિન અપ્પાસો હાસ્બે, અભિજિત નંદ કુમાર બાબર અને યોગેશ હનમંત રૂપનારની ડીઆરઆઈએ સ્થળ પર જ ધરપકડ કરી હતી. તેના નિવેદનોના આધારે આરોપી વૈભવ સંપત મોરેને બાદમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ