બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mehsana Drones spraying medicine mosquitoes gujarat

નવો પ્રોજેક્ટ / હવે તમને મચ્છર નહીં કરડે! મહેસાણામાં વિકસાવાઈ જબરદસ્ત ટેક્નોલોજી, મચ્છર બને તે પહેલા જ થશે ખાત્મો

Hiren

Last Updated: 10:22 PM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મચ્છરોનો ત્રાસથી તો તમે સૌ કંટાળ્યા જ હશો પણ હવે મચ્છર ડંખ નહીં મારી શકે. કેમ કે એક એવી ટેકનોલોજી શોધાઈ છે. જે મચ્છરનો ઉદ્ભવ થતાં પહેલા જ ખાત્મો કરી દેશે. જુઓ કેવી છે આ ટેકનોલોજી...

  • મહેસાણામાં વિકસાવાઈ ટેકનોલોજી
  • ડ્રોનથી તળાવ, ફ્લેટના ટેરેસ પર દવાનો છંટકાવ
  • લાર્વામાંથી મચ્છર બનતા પહેલા ખાત્મો

જો તમારા વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોય તો હવે ડરવાની જરૂર નથી. કેમ કે મચ્છરો હવે ડંખ નહીં મારી શકે. એક એવું ડ્રોન જે લોકો માટે મોટી રાહત લઈને આવ્યું છે. આ ડ્રોનથી હવે મચ્છરો ડરી રહ્યા છે. ડ્રોન મચ્છરોના લાર્વા શોધીને તેનો પળભરમાં તેનો નાશ પણ કરી દેશે. મહેસાણા જિલ્લા પંચાયતે મચ્છરના લાર્વા શોધીને તેનો ખાત્મો કરવાની ટેકનોલોજી વસાવી છે. આ પહેલા જિલ્લા વિકાસ અધિકારી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી છે.

ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવશે

પાણી ભરાવા અને ગંદકી થવાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતો હોય છે, જેને લઇને મચ્છરજન્ય રોગ ફેલાય છે. તંત્ર જાહેર સ્થળોએ તો ફોગિંગ અને લાર્વીસાઈડ છાંટે છે, જોકે પાણી ભરેલા સ્થળોએ તે શક્ય નથી બનતું. જેથી હવે ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દ્વારા પ્રોજેક્ટ કરાયો લોન્ચ

આ કાર્ય પ્રાઈમ UAV પ્રાઈવેટ લિમીટેડ કંપની દ્વારા કરવામાં આવશે. જે સર્વે ડ્રોનનો ઉપયોગ કરીને પાણી ભરાયેલા સંભવિત વિસ્તારને શોધીને બિલ્ડિંગ પર ભરાતા પાણી, મોટા તળાવો, ખાબોચિયા પર હેવી ડ્યુટી ઓટોમેટીક સ્પ્રે મારવામાં આવશે. મચ્છર સામાન્ય રીતે પાણી ભરાયેલા વિસ્તારમાં ઈંડા મુકે છે. જોકે આ ટેકનોલોજીથી લાર્વા મચ્છરમાં રૂપાંતરિત થાય તે પહેલા જ સ્પ્રે મારીને નિયંત્રણમાં લઈ લેવાશે. આ પ્રોજેક્ટ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે સ્થાનિકો પણ આ ટેકનોલોજીથી મચછરને મારવાની કામગીરીને આવકારી રહ્યા છે.

એટલે કે હવે મહેસાણાવાસીઓને મચ્છરથી ડરવાની જરૂર નથી. જો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો અન્ય શહેરોમાં પણ તેનું અમલીકરણ કરવામાં આવશે. મચ્છળોના લાર્વા શોધીને મચ્છરમાં પરિવર્તિત થાય તે પહેલા જ તેનો ખાત્મો કરી શકાશે. જો આમ થયું તો મચ્છરજન્ય રોગ પર પણ મહદઅંશે કંટ્રોલ મેળવી શકાશે.   

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ