કેન્દ્રએ માની મહેબૂબા મુફ્તીની માગણી, રમઝાનમાં આતંકીઓ વિરુદ્ધ નહીં ચાલે ઓપરેશન

By : krupamehta 05:01 PM, 16 May 2018 | Updated : 05:18 PM, 16 May 2018
રમઝાન દરમિયાન જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ભારતીય સેના અને સુરક્ષાબળ કોઇ પણ પ્રકારનું ઓપરેશન ચલાવી શકશે નહીં. કેન્દ્ર સરકારે આ સંબંધમાં સુરક્ષાબળોને બુધવારે નિર્દેશ જારી કરી દીધા છે. કેન્દ્ર તરફથી આ નિર્દેશ રાજ્યની મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની માગ પર આવ્યો છે. તમને જણાવી દઇએ કે સીએમ મહેબૂબાએ આ પહેલા કેન્દ્ર સરકાર પાસે રમઝાનમાં રાજ્યમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન નહીં ચલાવવા માટેની માગ કરી હતી. મોદી સરકારે સીએમની એ વાત પર સુરક્ષાબળોને નિર્દેશ જારી કર્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યમાં શાંતિ વ્યવસ્થા યથાવત રાખવા આ નિર્ણય લીધો છે. 

રમઝાન ગુરુવાર 17 મેથી શરૂ થઇ રહ્યા છે, જે એક મહિના સુધી ચાલશે. એટલે કે એક મહિના દરમિયાન ઘાટીમાં સુરક્ષાબળો આતંકીઓ વિરુદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરી શકશે નહીં. સીએમ મહેબૂબા આ પહેલા બુધવારે કાશ્મીરમાં આયોજિત એક સર્વદળીય બેઠકમાં સામેલ થઇ હતી. એમને એના દ્વારા કેન્દ્ર સામે માગણી રાખી હતી, 'રમઝાનનો પાક મહિનો શરૂ થનાર છે. એવામાં સેનાએ હથિયાર મૂકી દેવા જોઇએ.' મહેબૂબા તરફથી આ માગ એવા સમયે આવી હતી જ્યારે સેના અને સુરક્ષાબળ આતંકીઓ પર ખૂબ જ ભારે પડી રહ્યા છે. 

એમને કહ્યું કે સંઘર્ષવિરામથી લોકોને રાહત અને રાજ્યમાં સારો માહોલ બનાવવામાં મદદ મળશે. મુખ્યમંત્રીએ દરેક પક્ષો સાથે હિંસા અને ખૂન ખરાબાના ચક્રવ્યૂહથી રાજ્યને છુટકારો અપાવવાના મિશનથી જોડાવવાની અપીલ કરી હતી.  સિઝફાયરના આદેશ બાદ મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કર્યું કે, 'હું આ આદેશનો સ્વાગત કરું છું. પીએમ મોદી અને ગૃહમંત્રી રાજનાથ સિંહે આ મામલે વ્યક્તિગત રીતે ધ્યાન આપ્યું. જેના માટે એમનો ધન્યવાદ. સાથે જ સર્વદળીય બેઠકમાં સામેલ થનારી દરેક પાર્ટી અને નેતાઓને પણ ધન્યવાદ.'Recent Story

Popular Story