બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Meet Rahkeem Cornwall the ''giant'' in Windies Test squad

ક્રિકેટ / IND Vs WI: ભારત પર ભારે પડશે 140 કિલોનો વિન્ડિઝનો આ ખેલાડી

Published By: Bhushita

Last Updated: 12:18 PM, 11 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓફ સ્પિનર ઓલરાઉન્ડર રહકીમ કોર્નર્વાલને ભારતની વિરુદ્ધમાં રમાનારી બે મેચની ટેસ્ટ સીરિઝને માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સાથે કોર્નર્વાલ પોતાનું નામ ક્રિકેટ રમનારા સૌથી કદાવર ખેલાડીના રૂપમાં નોંધાવી દેશે.

26 વર્ષનો આ ખેલાડી 6 ફૂટ 6 ઇંચનો છે અને તેનું વજન 140 કિલોગ્રામ છે. તેના નામે 55 પ્રથમ શ્રેણીની મેચમાં 260 વિકેટ અને 2,224 રન છે. આ ભારેખમ ખેલાડી 2017માં ચર્ચામાં આવ્યો. ત્યારે આ ક્રિકેટરે વેસ્ટઈન્ડિઝ બોર્ડ પ્રેસિડન્ટ ઈલેવનની તરફથી રમતા ઈંગ્લેન્ડની વિરુદ્ધમાં ટેસ્ટ મેચમાં 61 બોલ પર 59 રનનો સ્કોર બનાવ્યો. ત્યારે આશા રાખવામાં આવી હતી કે તેને જલ્દી જ વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં સામેલ કરવામાં આવે. હાલમાં તેના સારા પ્રદર્શનને લઈને ક્રિકેટ વેસ્ટ ઇન્ડિઝની સમિતિના હેડ ઓફ ક્રિકેટ રોર્બટ હેંસે કહ્યું કે તેમને આ સમયે ટીમમાં લાવવાનું યોગ્ય છે. 

Rahkeem cornwall

હેંસને લાગે છે કે તેની આક્રમક બોલિંગ અને પૈની ટર્ન અને બાઉંસ વધારે આક્રમક રહેશે. આશા છે કે ટીમમાં તે પોતાનું યોગ્ય યોગદાન આપી શકશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝની પહેલી ટેસ્ટ મેચ 22 ઓગસ્ટથી શરૂ થશે અને બીજી મેચ 30 ઓગસ્ટથી રમાશે. આ બંને મેચ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનનો પણ ભાગ હશે.

127ના લેવરૉકના 12 વર્ષ પછી આવ્યો 140 કિલોનો રહકીમ
સૌથી વજનદાર ક્રિકેટરની વાત હોય તો અનેક ભરખમ ક્રિકેટરના ચહેરા સામે આવ્યા છે. તેમાંથી બરમૂડાના ડ્વેન લેવરૉક ભારતને માટે જાણીતું નામ છે. 2007માં વર્લ્ડ કપ સમયે આ વજનદાર લેવરૉકે રોબિન ઉથપ્પાનો એક યાદગાર કેચ પકડ્યો હતો. 1127 કિલોના લેવરૉક બાદ હવે એક અન્ય વજનદાર ક્રિકેટર ઇન્ટરનેશનલ ટીમમાં આવવા તૈયાર છે. 

ફોટો સૌજન્ય- india.com

સંકળાયેલા મુદ્દાઓ

Cricket India Rahkeem cornwall giant player sports ભારત વિન્ડિઝનો આ ખેલાડી Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ