બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / media mogal rupert murdoch to marry for 5th time at age of 92 with 66 years old ann lesley smith

બિઝનેસ / 92 વર્ષની ઉંમરમાં પાંચમી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે આ અબજપતિ બિઝનેસમેન, 66 વર્ષની મહિલા સાથે સગાઈની કરી જાહેરાત

Last Updated: 01:09 PM, 28 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીડિયા ટાઈકૂન રૂપર્ટ મર્ડોક હવે પાંચમી વખત લગ્ન કરવા તૈયાર છે. તેમણે સગાઈની જાહેરાત કરી છે. આ વખતે તે 66 વર્ષની મહિલાની સાથે લગ્ન કરશે. બન્નેએ પોતાના રિલેશનને લઈને નિવેદન જાહેર કર્યા છે. મર્ડોકે જણાવ્યું કે તે પ્રપોઝ કરતી વખતે કેટલા ગભરાયેલા હતા.

  • પાંચમી વખત લગ્ન કરશે રૂપર્ટ મર્ડોક
  • 66 વર્ષની મહિલા સાથે કરશે લગ્ન 
  • કરી સગાઈની જાહેરાત 

મીડિયા ટાઈકૂન રૂપર્ટ મર્ડોકે 5મી વખત લગ્ન કરવાની જાહેરાત કરી છે. પોતાના જ પાર્ટનર એન લેસલી સ્મિથ સાથે તેમણે સગાઈની જાહેરાત કરી છે. લેસલી પોલીસ અધિકારીઓના કાઉન્સલિંગનું કામ કરતી હતી. 

ઈવેન્ટમાં મળ્યા હતા 
લગ્નની જાહેરાત લોકો માટે ચોંકાવનારી એટલા માટે છે કારણ કે મર્ડોકની ઉંમર 92 વર્ષ છે. તે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં અમેરિકાના કેલિફોર્નિયામાં એક ઈવેન્ટ વખતે 66 વર્ષના લેસલીને મળ્યા હતા. તેમણે પોતાના પ્રકાશનોમાં આ વાત જણાવતા કહ્યું, "મને પ્રેમમાં પડવાથી ડર નથી લાગતો. પરંતુ હું જાણતો હતો કે આ મારો છેલ્લો પ્રેમ હશે. આ સારૂ હશે, હું ખુશ છું."

જણાવી દઈએ કે ગયા વર્ષે જ પોતાની ચૌથી પત્ની જેરી હોલથી તેઓ અલગ થયા છે. ત્યાં જ લેસલી સ્મિથને લઈને તેમણે જણાવ્યું કે તે પ્રપોઝ કરવી વખતે ગભરાયેલા હતા. લેસલીની વાત કરીએ તો તેમના પતિનું મોત થઈ ચુક્યું છે. તે એક ગાયક અને રેડિયો ટીવી એક્ઝિક્યુટિવ હતા. 

સંબંધને લઈને લેસલી સ્મિથે શું કહ્યું? 
મર્ડોકની સાથે સંબંધને લઈને લેસલીએ કહ્યું, "અમારા બન્ને માટે આ ભગવાનની ગિફ્ટ છે. અમારી મુલાકાત ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં થઈ હતી. હું છેલ્લા 14 વર્ષથી વિધવા છું. મારા પતિ પણ રૂપર્ટની જેમ જ બિઝનેસમેન હતા. આ કારણે હં તેમની ભાષા બોલી શકું છું. અમારા વિચારો પણ એક જેવા છે."

મર્ડોકને પહેલા ત્રણ લગ્નથી છ બાળકો છે. તેમણે કહ્યું, "અમે બન્ને જીવનનો બીજો ભાગ એક બીજાની સાથે પસાર કરવા માટે ઉત્સુક છીએ." 

આવતા વર્ષે કરશે લગ્ન 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મર્ડોક અને લેસલી આવતા વર્ષે લગ્ન કરશે. લગ્ન બાદ બન્ને કેલિફોર્નિયા, મોંટાના, ન્યૂયોર્ક અને બ્રિટનના અલગ અલગ સ્થાનો પર જીવનની મજા ઉઠાવશે. તે પહેલા મર્ડોકના લગ્ન ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટ અટેન્ડેન્ટ પેટ્રિશિયા બુકર, સ્કોટિશ મૂળના પત્રકાર એના માન અને ચીની મૂળની વ્યવસાયી વેંડી ડેંગની સાથે થયા હતા.

પહેલી પત્નીઓ સાથે ક્યારે થયા લગ્ન? 

  • પહેલા લગ્ન 1956માં પેટ્રિશિયા બુકર સાથે થયા હતા જે 1967 સુધી ચાલ્યા. 
  • બીજા લગ્ન 1967માં એના માન સાથે થયા અને 1999 સુધી ચાલ્યા. 
  • વર્ષ 1999માં ત્રીજા લગ્ન વેંડી ડેંગ સાથે થયા અને 2013માં બન્નેનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. 
  • 2016માં મોડલ જેરી હોલ સાથે ચોથા લગ્ન કર્યા. બન્ને 2022માં અલગ થયા.

સંકળાયેલા મુદ્દાઓ

Business News Marriage ann lesley smith    business tycoon rupert murdoch rupert murdoch marriage
Arohi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ