mbbs bride ate dhokla for breakfast a day before the wedding death
દુ:ખદ /
લગ્નના એક દિવસ પહેલા દુલ્હને નાસ્તામાં ખમણ-ઢોકળા ખાધા, ગળામાં અટકી જતાં થયું મોત
Team VTV04:26 PM, 20 May 22
| Updated: 04:48 PM, 20 May 22
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાંથી એક હેરાન કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઢોકળા ખમ્મણ ખાવાથી એક દુલ્હનનું મોત થઈ ગયું હતું.
મધ્ય પ્રદેશમાંથી હેરાન કરનારો કિસ્સો આવ્યો
નાશ્તામાં દુલ્હને ઢોકળા ખાધા
ગળામાં અટકી રહેતા દુલ્હનનું મોત થયું
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાંથી એક હેરાન કરનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ઢોકળા ખમ્મણ ખાવાથી એક દુલ્હનનું મોત થઈ ગયું હતું. આ ઘટનાના લગ્નના એક દિવસ પહેલા બની હતી. જેનાથી ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. કહેવાય છે કે, નાશ્તો કરવા દરમિયાન દુલ્હનના ગળામાં ઢોકળા અટકી ગયા હતા. ત્યાર બાદ તેણે પાણી પીધુ, જેનાથી તેની હાલત વધારે ખરાબ થઈ ગઈ .
MBBS દુલ્હનનું થયું મોત
આ મામલો છિંદવાડા જિલ્લાના પશ્ચિમ બુધવારી બજારનો છે. અહીં રહેનાર પ્રમોજ મહાદેવરાવ કાલેની પુત્રી મેઘા કાલેના 20મેના રોજ તેના લગ્ન થયા હતા. 19 મેના રોજ સવારે મેઘાએ નાશ્તામાં ખમ્મણ-ઢોકળા ખાધા હતા. આ દરમિયાન ઢોકળા તેના ગળામાં અટકી ગયા હતા. જે બાદ તેણે પાણી પીધું. તે ઘણી વાર સુધી ખાંસતી રહી. પાણી પિવાથી મેઘાની હાલત વધારે ખરાબ થઈ ગઈ. ત્યાર બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી.
સારવાર દરમિયાન થયું મોત
મેઘાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. મેઘા કાલેનું પ્રાથમિક શિક્ષણ છિંદવાડાની કેન્દ્રીય વિદ્યાલયમાં થયું હતું અને ઉચ્ચ શિક્ષણ નાસિક તથા મુંબઈમાં લીધું હતું. મેઘાના લગ્ન છિંદવાડાના શહનાઈ લોનમાંથી 20 મેના રોજ થવાના હતા. તેને લઈને આખો પરિવાર લગ્નની તૈયારીમાં લાગેલો હતો. મેઘા MBBS કર્યા બાદ મુંબઈમાં પોતાની સેવા આપી રહી હતી. જો કે, ગુરૂવારે લગ્ન પહેલા એક દુઘટનાનો શિકાર થઈ ગઈ હતી, અને તેને જીવ ખોવાનો વારો આવ્યો હતો.