બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ચૂંટણી 2019 / Mayawati rallies behind Mamata Banerjee, says Modi-Shah targeting her is dangerous

સમર્થન / 'દીદી'ને મળ્યો 'બહેન'નો સાથ: માયાવતીના મોદી સરકાર પર આકરા પ્રહાર

Last Updated: 11:14 AM, 16 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી પંચે બુધવારે પશ્વિમ બંગાળમાં 19 મે યોજાનારી છેલ્લા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પર ગુરુવાર રાતે 10 વાગ્યા બાદ રોક લગાવી દીધી છે. માયાવતીનો આરોપ છે કે આવું ચૂંટણી પંચે એટલા માટે કર્યું છે કારણ કે દિવસમાં પ્રધાનમંત્રી મોદીની પશ્વિમ બંગાળમાં બે ચૂંટણી રેલીઓ છે. જો ચૂંટણી પંચે પ્રચાર પર બેન લગાવ્યો છે તો સવારે જ કેમ નહીં?

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શોમાં થયેલી હિંસા બાદ બંગાળનું રાજકારણ ગરમાયુ છે. બંગાળમાં વહેલી તકે ચૂંટણી પ્રચાર પર રોક લગાવી દેવામાં આવ્યો છે ત્યારે બસપાના અધ્યક્ષા માયાવતી હવે દીદીના સમર્થનમાં ઉતર્યા છે. 

માયાવતીએ એક પત્રકાર પરિષદ યોજીને પીએમ મોદી અને શાહ તથા ભાજપ પર આકરા પ્રહાર કર્યા. માયાવતીએ કહ્યુ કે, મમતા સરકારને મોદી અને શાહ ટાર્ગેટ કરી રહ્યા છે. મમતા સરકારને જાણી જોઈને ષડયંત્ર રચીને નિશાન બનાવામાં આવી રહી છે. 

ભાજપના દબાણથી ચૂંટણી પંચે ચૂંટણી પ્રચાર પર રોક લગાવી છે. પ્રધાનમંત્રીને આવું વર્તન શોભે નહીં. મહત્વનું છે બંગાળમાં થયેલી હિંસા બાદ વિપક્ષી નેતાઓ પણ ભારે રોષ છે.

આ પહેલા બુધવારે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું હતું કે એમના કાર્યકાળમાં ઉત્તર પ્રદેશમાં એક પણ તોફાન થયા નથી, સાથે જ એમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ખૂબ હિંસા થઇ. 

માયાવતીએ એવું પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી બીજેપી પર કાળા ધબ્બા છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Lok Sabha Election 2019 Mamata Banerjee Mayawati PM modi amit shah national Support
vtvAdmin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ