બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / married life did not suit woman pretended to kill herself in udaipur rajasthan

ભારે કરી / લગ્ન જીવનમાં મજા ન આવતા નવવિવાહીત મહિલાએ મોતનું નાટક રચ્યું, 5 દિવસ બાદ ભાંડો ફુટ્યો

Pravin

Last Updated: 11:13 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્ન જીવન બરાબર ન લાગતા એક વિવાહિત મહિલાએ પોતાની નાની બહેન સાથે મળીને પોતાના મોતનું નાટક રચ્યું હતું.

  • રાજસ્થાનમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો
  • નવી પરણીને આવેલી મહિલા ઘરેથી ભાગવા માટે નાટક રચ્યું
  • આ નાટકમાં તેને બહેને પણ સાથ આપ્યો

 

લગ્ન જીવન બરાબર ન લાગતા એક વિવાહિત મહિલાએ પોતાની નાની બહેન સાથે મળીને પોતાના મોતનું નાટક રચ્યું હતું. પરિવારના લોકો ચાર દિવસ સુધી શોધતા રહ્યા. જે તળાવેથી આ મહિલા ગાયબ થઈ હતી, ત્યાં 36 કલાક સુધી લોકો શોધતા રહ્યા હતા.આખરે સાથે ભણી ચુકેલા એક યુવકના ઘરેથી આ મહિલા ઝડપાઈ હતી. પોલીસને ખોટો રિપોર્ટ લખાવનારા લોકોને ચેતવણી આપવી પડી. એએસપી કુંદન કંવરિયા અને ગિર્વા સર્કલ ઓફિસર ભૂપેન્દ્રએ આ મામલે ખુલાસો કર્યો. 

રાજસ્થાનના ચિતૌડગઢ હાલ વલ્લભનગર નિવાસી ભગવતી કુમારીએ ઉદયપુર નાઈ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમાં કહેવાયુ છે કે, હું અને મારી મોટી બહેન પૂજા કોઠારી (બદલાવેલુ નામ) રક્ષાબંધન પર વલ્લભનગર આવ્યા હતા. અહીંથી ઉદયપુરમાં રહેતી અમારી ત્રીજી મોટી બહેન માયા (બદલાવેલું નામ) ને મળવા માટે ઉદયપુર આવ્યા હતા. મોટી બહેનના બંને દિકરા અને ત્રણેય બહેનો અલસીગઢમાં ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યાં પહોંચ્યા બાદ પૂજા લઘુશંકા માટે પથ્થરોની દિવાસ પાછળ ગઈ હતી. ત્યાંથી તે અચાનક ગાયબ થઈ ગઈ હતી. તેની ચુંદડી, પર્સ, ચપ્પલ મળી આવ્યા હતા. બહેન કાં તો તળાવમાં ડૂબી ગઈ અથવા તો ક્યાંક ગાયબ થઈ ગઈ.

ચાર દિવસ સુધી શોધતા રહ્યા

પરિવારના સભ્યો અને સંબંધીઓ તેને અડોસપડોસમાં પૂછપરછ કરતા રહ્યા. પોલીસે સિવિલ ડિફેન્સની ટીમ બોલાવી તળાવ અને આજૂબાજૂના ગામમાં વિવાહિતની શોધ કરી. ચાર દિવસ થવા છતાં પણ વિવાહીતનું કોઈ ઠેકાણ હાથ નહોતું લાગ્યું, ત્યાર બાદ પોલીસે પરંપરાગત અને આધુનિક રીતે શોધ શરૂ કરી.

પોલીસ આવી રીતે પહોંચી પરિણામ પર

પોલીસે મોબાઈલ ડિટેલ ખંગાળી, તો નાની બહેન ભગવતી જેને રિપોર્ટ નોંધાવ્યો હતો તેણે ગુમ બહેનની વચ્ચે લાંબા સમયથી સંપર્ક હોવાનું જાણવા મળ્યું. તપાસ કરતા બંને બહેનોના સંપર્કમાં રહેતો ઉદયપુરમાં અલીપુરા નિવાસી નિતેશ પ્રજાપત વિશે ખુલાસો થયો. પોલીસે ભગવતી અને નિતેશ પ્રજાપત સાથે પૂછપરછ કરી, તો સમગ્ર ભાંડો ફુટી ગયો. ગુમ વિવાહિત મહિલા, નાની બહેન પૂજા અને નિતેશ નાનપણમાં સાથે ભણતા હતા. એટલા માટે એકબીજાને જાણતા હતા. પોલીસે જણાવ્યુ હતું કે, તેમાં કોઈ લવ એંગલ નથી, પણ બંને બહેનોના લગ્ન 6 મહિના પહેલા થયા હતા. ગુમ મહિલા લગ્ન અને પરિવારના બંધનમાંથી મુક્ત થવા માગતી હતી. એટલા માટે તેણે આવું પગલુ ઉઠાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ