ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / ટેક અને ઓટો / mark Zuckerberg announces updates to business messaging on whatsapp

તમારા કામનું / WhatsApp પર હવે બિઝનેસ કરવો સરળ ! માર્ક ઝકરબર્ગે કરી મોટી જાહેરાત,મફતમાં મળશે આ સુવિધાઓ

Published By: Khyati

Last Updated: 11:59 AM, 20 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે WhatsApp દ્વારા વધુમાં વધુ ગ્રાહકો સાથે જોડાવા માંગો છો તો WhatsAppએ આજે ​​તમારા માટે ઘણી મોટી જાહેરાતો કરી છે.

ADVERTISEMENT

  • વોટ્સએપ બિઝનેસ માટે નવી જાહેરાત
  • વોટ્સએપ ક્લાઉડ હોસ્ટિંગ સેવાઓ પ્રદાન કરશે
  • ગ્રાહકોને જવાબ પણ ઝડપી આપી શકશે 

આજકાલ આપણે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ પર બિઝનેસ એકાઉન્ટ ઘણા જોયા હશે. પરંતુ વોટ્સએપ હવે વધારેમાં વધારે ગ્રાહકોને જોડવા માટે એક નવી ઘોષણા કરી છે. જી હા મેટાના ઇનોગ્રલ મેસેજ કોન્ફરન્સ, કન્વર્શેશનમાં ફાઉન્ડર અને સીઇઓ માર્ક ઝકરબર્ગે વોટ્સએપ બિઝનેસ મેસેજિંગ ઓફરિંગના અપડેટની ઘોષણા કરી છે. મેસેજિંગ એપના બિઝનેસ એકાઉન્ટ ઓફરિંગ માટે કોઇ પણ પ્રકારના વ્યવસાય માટે વોટ્સએપ પર શરુઆત કરવી સરળ રહેશે. 

મફત મળશે ક્લાઉડ હોસ્ટિંગ સેવાઓ

WhatsApp હવે મેટા દ્વારા પૂરી પાડવામાં આવતી મફત અને સુરક્ષિત ક્લાઉડ હોસ્ટિંગ સેવાઓ પ્રદાન કરશે. આનાથી વ્યવસાયો અને વિકાસકર્તાઓ થોડી જ મિનિટોમાં WhatsAppને ચાલુ કરી શકશે. આથી તેઓ પોતાના અનુભવોને કસ્ટમાઇઝ કરવા અને તેની ગતિમાં વધારો કરવા સક્ષમ રહેશે. જેનાથી વોટ્સએપ પોતાના ગ્રાહકોને જવાબ આપી શકશે. 

નાના અને મોટા તમામ વ્યવસાયને મળશે સુવિધા 

જાહેરાત કરતાં ઝકરબર્ગે કહ્યું, "શ્રેષ્ઠ વ્યવસાયિક અનુભવો લોકોને તેઓ જ્યાં છે ત્યાં જ મળે છે.  પહેલેથી જ એક અરબથી વધારે ઉપયોગ કર્તા દર અઠવાડિયે અમારી મેસેજિંગ સર્વિસિસમાં  એક બિઝનેસ એકાઉન્ટથી જોડાયેલા છે. તેઓ મદદ માટે સંપર્ક કરી રહ્યા છે. ઉત્પાદનો અને સુવિધા શોધવા માટે નાની વસ્તુથી લઇને રોજિંદી વસ્તુઓ સહિત કંઇ પણ ખરીદવા માટે તેઓ સંપર્ક કરે છે. વધુમાં જણાવ્યું કે મને જાહેરાત કરતા આનંદ થાય છે કે અમે વોટ્સએપ ક્લાઉડ ઇપીઆઇની સાથે દુનિયા ભરમાં કોઇ પણ પ્રકારના વ્યવસાય માટે વોટ્સએપ ખોલી રહ્યા છીએ. 

WhatsApp ક્લાઉડ API

થોડી જ મિનિટોની કોઈપણ વ્યવસાય કે ડેવલપર્સ સરળતાથી અમારી સેવા ઍક્સેસ કરી શકે છે, તેમના અનુભવને કસ્ટમાઇઝ કરવા માટે સીધા જ WhatsApp પર બિલ્ડ કરી શકે છે અને મેટા દ્વારા હોસ્ટ કરેલા અમારા સુરક્ષિત WhatsApp ક્લાઉડ API નો ઉપયોગ કરીને ગ્રાહકોને મદદ કરી શકે છે. તેમના રિસ્પોન્સ ટાઇમને પણ ઝડપી કરી શકે છે. વધારે વ્યવસાયો સાથે જોડાઇને મદદદ કરવા માટેનો મહત્વપૂર્ણ પગલું છે. સાથે જ વધુ લોકો કે જેઓ નાના મોટા વેપારને મેસેજ આપવામાં મદદ કરવી અને સંદેશો મોકલવા સમર્થન કરવા માંગે છે. 

મોંઘા સર્વર ખર્ચ ટળ્યો

આ નવી સેવા મોંઘા સર્વર ખર્ચને દૂર કરશે અને તેમને નવા ફીચર્સ સાથે વધુ પહોંચ પ્રદાન કરશે.   તો બીજા માટે વોટ્સ એપ પર પસંદગીના વ્યવસાયો સાથે ચેટ કરવામાં સક્ષમ રહેશે.. ઉપયોગ કર્તાઓ તે વ્યવસાયોના કંટ્રોલમાં હશે જેની સાથે તેઓ ચેટ કરી રહ્યા છે. અને વ્યવસાયો લોકોને ત્યાં સુધી  સંદેશ મોકલી શકતા નથી જ્યાં સુધી તેમણે સંપર્ક કરવાનો રિક્વેસ્ટ ન કરી હોય. 


નાના વ્યવસાયો માટે વધારાના સાધનો

WhatsApp નાના વ્યવસાયોની સાથે એડિશનલ ટૂલને પણ સપોર્ટ કરશે. વ્યવસાયો માટેની આ અદ્યતન સુવિધાઓ SMBs ને તેમના વ્યવસાયને થોડા લોકોથી આગળ લઈ જવા અને તેમની બ્રાંડને ઑનલાઇન વધારવામાં મદદ કરશે. ઉદાહરણ તરીકે, વપરાશકર્તાઓ દસ જેટલા ઉપકરણો પર ચેટ્સ મેનેજ કરી શકશે જેથી તેઓ ઘણી બધી ચેટ્સને વધુ સારી રીતે હેન્ડલ કરી શકે.

કસ્ટમાઇઝ કરવા યોગ્ય ક્લિક-ટુ-ચેટ લિંક્સ

વોટ્સએપ ગ્રાહકોની તેમની ઓનલાઇન હાજરીમાં આકર્ષિત કરવા માટે વ્યવસાયોની મદદ કરવા માટે કસ્ટમાઇઝેૂલ ક્લિક ટુ ચેક લિંક પણ મોકલશે. આ ફીચર્સ એડિશનલ અને ઓપ્શનલ હશે અને બિઝનેસ એકાઉન્ટ યુઝર્સ પાસેથી થોડી ફી લઇને આ સુવિધા આપવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp whatsapp business માર્ક ઝકરબર્ગ વોટ્સએપ બિઝનેસ business

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ