બ્રેકિંગ ન્યુઝ
VTV / many womens died in road accident Koraput Odisha
Hiren
Last Updated: 12:17 AM, 1 February 2021
ADVERTISEMENT
છત્તીસગઢ-ઓરિસ્સા બોર્ડર પર કોટપાડમાં ભયંકર રોડ અકસ્માત સર્જાયો છે. આ ઘટનાની પુષ્ટિ કોટપાડના પોલીસ અધિકારીએ કરી છે. આ તમામ મહિલાઓ અંતિમ સંસ્કારથી પરત ફરી રહી હતી. મળતી માહિતી અનુસાર તમામ મૃતક મહિલાઓ છત્તીસગઢની રહેવાસી છે. આ દુર્ઘટનામાં 11 મહિલાઓના ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે, જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મૃતક મહિલાઓ તમામ જગદલપુરની હતી
ADVERTISEMENT
મળતી માહિતી અનુસાર, જગદલપુરના કલચા ગામની રહેવાસી મહિલાઓના સંબંધિના અંતિમ સંસ્કારમાં બસ્તર જિલ્લાથી જોડાયેલા ઓડિસાના મુરતાહાંડી ગયા હતા. અંતિમ સંસ્કારથી પરત ફરતા દરમિયાન તેજ ગતિમાં પિકઅપ ગાડી ઝાડ સાથે અથડાઇ ગઇ. આ દુર્ઘટનામાં 11 મહિલાઓના મોત થઇ ગયા, જ્યારે 13 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા. તમામ જગદલપુરથી જોડાયેલ કલચા વિસ્તારના હતા, જે બસ્તર જિલ્લાથી જોડાયેલ ઓરિસ્સાના મુરતાહાંડી ગયા હતા. મૃતકોની સંખ્યા વધી શકે છે. ઇજાગ્રસ્તોને કોટપાડ અને ગંભીર ઇજાગ્રસ્તોને કોરાપુટ મોકલવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.