ગુજરાતમાં ભારે વરસાદના કારણે વડોદરા મંડળ દ્વારા ડભોઈ અને એક્તા નગર સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક ખરાબ થઈ જતાં કેટલી ટ્રેનો રદ્દ તો કેટલીક ટ્રેનોને આંશિકરૂપથી કેન્સલ કરાઈ છે
ભારે વરસાદના કારણે વડોદરા મંડળ દ્વારા કેટલીક ટ્રેનોનો સમય ફેરફાર કરાયો
7 ટ્રેનોની અગામી 12મી જુલાઈ સુધી રદ કરવામાં આવી છે
STના 62 રૂટો પર 201 ટ્રિપ કેન્સલ કરતા 3.16 લાખનું નુક્સાન
ગુજરાતમાં ભારે વરસાદના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે ભારે વરસાદના કારણે ડભોઈ અને એક્તા નગર સ્ટેશનો વચ્ચે ટ્રેનના ટ્રેક ખરાબ થઈ ગયા છે. તેવી માહિતી વડોદરા મંડળને મળી છે. જેને લઈને પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેનો કેન્સલ કરવા અને કેટલીક આંશિક રૂપથી કેન્સલ કરી દેવામાં આવી છે. આ અંગેની માહિતી પશ્ચિમ રેલવે દ્વારા આપવામાં આવી છે.
Train No. 20903 Ekta Nagar - Varanasi Mahamana Express of 12.07.2022 will short originate from Vadodara and will remain partially cancelled between Ekta Nagar & Vadodara.@RailMinIndia@DRMBRCWR
12 જુલાઈ સુધી આ ટ્રેનોને આંશિકરૂપે કેન્સલ કરવામાં આવ્યા છે.
ટ્રેન નંબર 12927, દાદર-એકતા નગર એક્સપ્રેસને વડોદરામાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવ્યો છે. અને વડોદરા અને એકતા નગર વચ્ચે આંશિકરૂપથી કેન્સલ કરવામાં આવ્યા છે. ટ્રેન નંબર 12928, એક્તા નગર દાદર એક્સપ્રેસને વડોદરામાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવ્યું છે. આ સાથે વધુ એક એકતા નગર અને વડોદરાની વચ્ચે આંશિક રૂપથી કેન્સલ કરવામાં આવ્યું છે
ભારે વરસાદના કારણે STને 3.16 લાખનું નુક્સાન
ગુજરાતમાં ભારે વરસાદના કારણે બસો પર તેની અસર પડી છે. ભારે વરસાદના કારણે અત્યારે 62 રૂટો બંધ કરી દેવામાં આવ્યાં છે. આ 62 રૂટો પર 201 ટ્રિપ કેન્સલ કરી દીધું છે. યાત્રા રદ થવાની એસટીને 3.16 લાખનું નુક્સાન થયું છે.
પૂરના કારણે ઘણા વિસ્તારો બંધ થઈ ગયા હતા
નવસારી પૂર્ણા પાસે વેરાવળ વિસ્તારમાંથી પાણી પસાર થઈ રહ્યું છે. રીંગરોડની શરૂઆતમાં પાંચ ફૂટથી માંડીને 15 ફૂટ સુધી પાણી ભરાવાથી લોકો પરેશાન થઈ રહ્યા છે.સુરત અને નવસારીને જોડવા વાળો માર્ગ લંગડાવાડ, રિંગ રોડની પાસે આવેલા ગઢેવા એપીએમસી માર્કેટ સહિત તમામ વિસ્તારોમાં પૂરના કારણે બંધ કરી દેવામાં આવ્યા છે. ો