બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Mansukh Mandvia's statement on the issue of medicine for mucomycosis

સારવાર / આટલા દિવસોમાં મ્યુકર્માઈકોસિસની દવાની અછત દૂર થઈ જશેઃ મનસુખ માંડવિયા

Shyam

Last Updated: 06:46 PM, 23 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના બાદ બીજી મહામારી જાહેર કરાયેલી બીમારી મ્યુકર્માઈકોસિસ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, તેની દવાની અછત ટુંક સમયમાં જ દુર કરાશે

  • મ્યુકર્માઇકોસિસના વધતા કહેર વચ્ચે મળ્યા રાહતના સમાચાર
  • કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આપી જાણકારી
  • અંદાજે 3 દિવસની અંદર જ મ્યુકર્માઇકોસિસની દવાની અછત દૂર કરાશે

મ્યુકર્માઇકોસિસના વધતા કહેર વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે. મ્યુકર્માઇકોસિસની દવાની અછત ટુંક સમયમાં જ દુર કરવાનો દાવો કર્યો છે. અંદાજે 3 દિવસની અંદર જ મ્યુકર્માઇકોસિસની દવાની અછત દૂર કરાશે. Tweet કરીને જણાવ્યું કે, દવા બનાવતી વધુ 5 કંપનીઓને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. જે કંપનીઓ દવા બનાવે છે તેઓ ઉત્પાદન વધારી રહ્યાં છે. ભારતની કંપનીઓએ એમ્ફોટેરિસીન-Bના 6 લાખ વાઇલને આયાત કરવાનો ઓર્ડર પણ આપ્યો છે. હવેથી દેશમાં કુલ 11 કંપનીઓ એમ્ફોટેરિસીન-Bનું ઉત્પાદન કરશે. એમ્ફોટેરિસીન-B મ્યુકર્માઇકોસિસના સારવાર માટે ઉપયોગી છે.

In Gujarat, mucormycosis has been declared an epidemic

ગુજરાતમાં મ્યુકર્માઈકોસિસને મહામારી જાહેર કરાઇ છે. CMની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો હતો, રોગચાળા અંગે બેઠકમાં વિચારણા  હાથ ધરવામાં આવી હતી. એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે મહામારી જાહેર કરવામાં આવી છે.

શું છે આ મ્યુકર્માઇકોસિસ રોગ

જવલ્લે જ જોવા મળતો મ્યુકર્માઇકોસિસ ફુગથી થતો ગંભીર રોગ છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ જીવસૃષ્ટિમાં બધે જ જોવા મળે છે. ખાસ કરીને માટીમાં વધુ જોવા મળે છે. મ્યુકર્માઇકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવી વ્યક્તિમાં પ્રવેશેલી મ્યુકર્માઇકોસિસની ફૂગ શરીર પર હાવી થઈ જાય છે અને પ્રસરવા લાગે છે.

હાઇ રિસ્ક ગ્રુપના વ્યક્તિ જેવા કે અનકંટ્રોલડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ આપવામાં આવતું હોય, ભેજવાળો ઓક્સિજન લઇ રહ્યા હોય, કુપોષિત, અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યક્તિને મ્યુકર્માઇકોસિસ રોગ થવાની સંભાવના વધુ છે. 

મ્યુકર્માઇકોસિસ રોગના લક્ષણો 

  • એક બાજુનો ચહેરો સોજી જવો
  • માથાનો દુઃખાવો
  • નાક બંધ થવું કે સાઇનસની તકલીફ
  • મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવો અને તેમાં વધારો થવો
  • આંખમાં દુખાવો,દ્રષ્ટિ ઓછી થવી
  • તાવ, કફ, છાતીમાં દુઃખાવો
  • શ્વાસ રૂંધાવો, પેટનો દુખાવો 
  • ઉબકા આવવા કે ઉલટી થવી 
  • આંતરડામાં રક્તસ્ત્રાવ થવો ,જેવા લક્ષણો જોવા મળે છે

કેવી રીતે આ રોગથી બચી શકાય છે?

  • મ્યુકર્માઇકોસિસથી બચવા N95 માસ્ક પહેરવું 
  • વધુ પડતી ધૂળ સાથેનો સંસર્ગ ટાળવો
  • ત્વચા પર લાગેલો ઘા તરત જ સાબુ-પાણીથી સાફ કરવો

સંકળાયેલા મુદ્દાઓ

Mansukh Mandaviya mucormycosis એમ્ફોટેરિસીન-B મનસુખ માંડવિયા મ્યુકર્માઈકોસિસ mucormycosis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ