બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / manish dave restaurant turns into community kitchen and shelter in kyiv

મદદ / ગુજરાતી હોય ત્યાં ચિંતા નહીં કરવાની ! કીવમાં વડોદરાના મનીષ કરી રહ્યા છે જોરદાર કામ, તમે પણ કરશો વખાણ

Pravin

Last Updated: 12:27 PM, 27 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના વડોદરાના નિવાસી મનીષ દવેએ લગભગ બે મહિના પહેલા યુક્રેનના કીવમાં પોતાની એક રેસ્ટોરંટ ખોલી હતી. આ રેસ્ટોરંટ તેણે હોસ્ટેલ પાસે ખોલી હતી.

  • રશિયાએ યુક્રેન પર કર્યું આક્રમણ
  • યુક્રેનમાં ચારેકોર ખુંવારી વળેલી છે
  • આ ગુજરાતી ભાઈએ લોકોને આપ્યો આશરો

ગુજરાતના વડોદરાના નિવાસી મનીષ દવેએ લગભગ બે મહિના પહેલા યુક્રેનના કીવમાં પોતાની એક રેસ્ટોરંટ ખોલી હતી. આ રેસ્ટોરંટ તેણે હોસ્ટેલ પાસે ખોલી હતી. તેમણે સપનું જોયું હતું કે, હોસ્ટેલની નજીકમાં ખોલેલી રેસ્ટોરંટ ખૂબ ફાયદાકારક સાબિત થશે. તેમણે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે, રેસ્ટોરંટમાંથી કમાણી થાય તે પહેલા જ ખુંવારી વળી જશે. યુક્રેન અને રશિયા વચ્ચે આવી રીતે યુદ્ધ થશે અને તેમને રેસ્ટોરંટ બંધ કરવાનો વારો આવશે.

લોકોને રહેવા માટે પોતાની રેસ્ટોરંટ ખોલી આપી

રેસ્ટોરંટને લઈને કેટલાય મોટા મોટા સપના જોઈ રહેલા મનીષની લાઈટ આવા અણધાર્યા ટર્નિંગ પોઈન્ટ પર આવીને ઉભી રહેશે, તેવું તેમણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. યુદ્ધના એલાન બાદ તેમના રેસ્ટોરંટમાં કમાણી તો બંધ થઈ ગઈ. પણ તેમને માનવતા દાખવી. મનીષે પોતાના રેસ્ટોરંટને કમ્યુનિટી કિચનમાં બદલી નાખ્યું. કીવમાં હવાઈ હુમલા બાદ સતત સાયરનો સંભળાઈ રહી હતી. યુદ્ધગ્રસ્ત યુક્રેન પર સંકટ મંડરાઈ રહ્યું હતું. આ તમામની વચ્ચે મનીષે પોતાની રેસ્ટોરંટમાં વિદ્યાર્થીઓને આશરો આપ્યો. ત્યાં શેલ્ટરની સાથે સાથે તેમના ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી.

બોગોમોલેટ્સ મેડિકલ યુનિવર્સિટી પાસે છે રેસ્ટોરંટ

દવેએ જણાવ્યું હતું કે, તેમણે જાન્યુઆરની મધ્યમાં આ રેસ્ટોરંટ શરૂ કરી હતી. પણ તેનાથી તેઓ કમાણી કરે તે પહેલા તો યુદ્ધના ભણકારા વાગવા લાગ્યા, અને જંગ છેડાઈ ગયું. મનીષ દવેની રેસ્ટોરંટ બોગોમોલેટ્સ નેશનલ મેડિકલ યુનિવર્સિટીની હોસ્ટેલ પાસે આવેલી છે. જેમાં ચોકોલિવ્સકી બ્લડ પર લગભગ 1500-2000 વિદ્યાર્થી રહે છે. 

125 લોકો રેસ્ટોરંટમાં રોકાયા

મનીષ દવે ગુજરાતીયો, અને અન્ય ભારતીયોસ ત્યાં સુધી કે યુક્રેનિયાઈ લોકો સહિત કુલ 125 લોકોના ખોરાકની વ્યવસ્થા કરી આપી. આ તમામ લોકો રેસ્ટોરંટમાં રોકાયા હતા. ઉપારંત રેસ્ટોરંટના સ્ટાફ પાસે બંકરમાં શરણ લઈ રહેલા 39 લોકો માટે પણ ખાવાની વ્યવસ્થા કરી આપી છે.

ખાવામાં ફક્ત દાળ ભાતની જ થઈ રહે છે વ્યવસ્થા

મનીષ દવેએ જણાવ્યું હતું કે, ખાવામાં ફક્ત દાળ ભાતની જ વ્યવસ્થા કરી શક્યા છીએ. કારણ કે રોટલી બનાવવા માટે પુરતો લોટ નથી અને આટલા બધા લોકો માટે રોટલી બનાવવી આસાન પણ નથી. ગર્ભવતી મહિલાઓ, વિદ્યાર્થીઓ અને વૃદ્ધ છે, જેમના ખાવાનું આપવું પડે. જ્યાં સુધી હાલની આ વિકટ પરિસ્થિતી ખતમ ન થાય ત્યાં સુધી મારો પ્રયાસ રહેશે કે, હું તેમના ભોજનની વ્યવસ્થા કરી શકું.

24 કલાક વાગી રહ્યા છે બ્લાસ્ટના ધમાકા

દિવસમાં મનીષ દવે અને તેમનો સ્ટાફ રાશનની શોધમાં નિકળી જાય છે. તેમણે કહ્યું કે, અમારુ રેસ્ટોરંટ મધ્ય વિસ્તારમાંથી લગભગ 8-10 કિમી દૂર છે. પણ ચારેતરફ ગોળીબાર થઈ રહ્યા છે. અમે સતત બોમ્બ બ્લાસ્ટની વચ્ચે સુઈ પણ શકતા નથી. કેટલાય વાર એવું લાગે છે કે, દિવાળી દરમિયાન સતત ફટાકડા ફુટી રહ્યા છે. સૌ કોઈ ડરેલા છે.

12માં માળે રહે છે મનીષ

મનીષ દવેનું નિવાસ એક ગગનચુંબી ઈમારતના 12માં માળે આવેલું છે. કર્મચારીઓનું નિવાસ આવાસના ભવનના ત્રીજા માળે આવેલું છે. તેમણે કહ્યું કે, અમારૂ આશ્રય રહેવા માટે સૌથી સુરક્ષિત છે. બહાર નિકળવામાં હાલ સૌથી મોટુ જોખમ છે. 

મનીષે કહ્યું હાલત અત્યંત ખરાબ

મનીષે કહ્યું કે, સ્થિતિ ખરાબ છે. યુક્રેનમાં 35,000થી વધારે ભારતીયો વસેલા છે. ભારત સરકારે જે વિમાન લગાવ્યા છે, તે આટલી મોટી વસ્તીને લઈ જવા માટે પુરતા નથી. એરલિફ્ટ થવા માટે પોલેન્ડ, રોમાનિયા અને હંગેરી સુધી પહોંચવાની જરૂર છે. જે ખુદ જોખમ ભરેલું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ