બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / mandsaur congress leader of mandsaur saying we did farmers agitation video went viral

રાજનીતિ / 'ખેડૂત આંદોલન અમે જ કરાવ્યું હતું પછી સરકાર બની' MPમાં કોંગ્રેસ નેતાનો વીડિયો વાયરલ, ભાજપ ભડક્યો

Hiralal

Last Updated: 09:09 PM, 3 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ નેતા શ્યામલાલ જોક ચંદનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેઓ એવું કહેતા જોવા મળે છે કે મંદસોરમાં કોંગ્રેસે ખેડૂત આંદોલન કરાવ્યું હતું.

  • મધ્યપ્રદેશના મંદસોરમાં કોંગ્રેસ નેતા શ્યામલાલ જોક ચંદનો વીડિયો વાયરલ
  • વીડિયોમાં શ્યામલાલ જોક ચંદ રાજસ્થાનના સીએમને કહેતા જોવા મળ્યાં 
  • મંદસોરમાં થયેલું ખેડૂત આંદોલન અમે જ કરાવ્યું હતું
  • પછી એમપીમાં કોંગ્રેસની સરકાર બની હતી 

મધ્ય પ્રદેશના મંદસૌરમાં કોંગ્રેસ નેતાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ એવું કહેતા જોવા મળી રહ્યાં છે કે 6 જૂન 2017ના રોજ મંદસોરમાં જે ખેડૂત આંદોલન થયું હતું તે કોંગ્રેસે કરાવ્યું હતું.  વીડિયોમાં કોંગ્રેસના બે નેતાઓ શ્યામલાલ જોક ચંદ અને કોંગ્રેસના પદાધિકારી કમલેશ પટેલ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને કહી રહ્યા છે કે 6 જૂન 2017ના રોજ મંદસૌરમાં જે ખેડૂત આંદોલન થયું હતું, તે અમે કર્યું હતું અને તેના કારણે સરકાર બની, પરંતુ કોંગ્રેસની પરસ્પર લડાઈમાં સરકાર પડી ગઈ. વાસ્તવમાં આ વાયરલ વીડિયોમાં કોંગ્રેસ નેતા શ્યામલાલ જોક ચાંદ અને મધ્ય પ્રદેશ કોંગ્રેસના પદાધિકારી કમલેશ પટેલ જોવા મળી રહ્યા છે. શ્યામલાલ જોકચંદે પોતાનો પરિચય આપતાં નાણામંત્રી જગદીશ દેવડાએ વિધાનસભાની ચૂંટણી લડવાનું અને ત્યાર બાદ ગત વિધાનસભાની ચૂંટણીમાં સિંધિયાએ પોતાની ટિકિટ કપાવી હોવાની પીડા વર્ણવી રહ્યા છે. આ સાથે જ કમલેશ પટેલ જણાવી રહ્યા છે કે, તે લોકોએ ખેડૂત આંદોલનનું આયોજન કર્યું હતું, જેના કારણે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની હતી. જોકે, પરસ્પર લડાઈને કારણે સરકાર પડી ભાંગી હતી.

ખુદ મખ્યમંત્રી અશોક ગેહલોતે વીડિયો શેર કર્યો 
જે વીડિયોમાં કોંગ્રેસના બે નેતાઓ ખેડૂત આંદોલન વિશે વાતો કરી રહ્યાં છે તે વીડિયોને ખુદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે  પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વિટ કર્યો છે.

ભાજપને કોંગ્રેસ પર હુમલો કરવાની તક મળી 
વીડિયો વાયરલ થયા બાદ ભાજપે તક ઝડપી લીધી હતી.  પ્રદેશ ભાજપના પ્રવક્તા અને મંદસૌરના ભાજપના ધારાસભ્ય યશપાલસિંહ સિસોદિયાએ જણાવ્યું હતું કે ભાજપ શરૂઆતથી જ કોંગ્રેસ પર ખેડૂતોને ઉશ્કેરવાનો અને ખેડૂત આંદોલનમાં હિંસા ફેલાવવાનો આરોપ મૂકતો આવ્યો છે, પરંતુ કોંગ્રેસે હંમેશા ખેડૂત આંદોલનમાં પોતાનો હાથ નકાર્યો હતો.

વીડિયોનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું- કોંગ્રેસ નેતા 
મંદસૌર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ નવકૃષ્ણ પાટીલનું કહેવું છે કે આ વીડિયોમાં જે કહેવામાં આવ્યું છે તેનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં હતી અને ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવાને કારણે કોંગ્રેસ આંદોલનના સમર્થનમાં ઉભી રહી હતી. તેમણે કહ્યું હતું કે, કેટલીક વાર આંદોલનને ટેકો આપતી વખતે નેતૃત્વ કરવું પડે છે. અત્યારે પણ ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ નથી મળી રહ્યા. આવી સ્થિતિમાં જો હજુ પણ કોઇ હલચલ થાય તો અમે આગેવાની લેવા તૈયાર છીએ. 

6 જૂન 2017ના દિવસે મંદસોરમાં ખેડૂત આંદોલનમાં 6 ખેડૂતોના મોત થયા હતા 
ઉલ્લેખનીય છે કે મંદસૌરમાં 6 જૂન 2017ના દિવસે થયેલા ખેડૂત આંદોલનમાં પોલીસ ફાયરિંગમાં 6 ખેડૂતોના મોત થયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ