બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / NRI News / અમદાવાદના સમાચાર / Man Impersonates 81 Year Old To Go To the US Busted At Delhi Airport send Ahmedabad

તપાસ / અમેરિકા જવા વૃદ્ધનો ગેટઅપ કરનાર જયેશ પટેલને લઈ દિલ્હી પોલીસ અમદાવાદ આવી

Published By: Gayatri

Last Updated: 05:18 PM, 12 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ૮૧ વર્ષીય વૃદ્ધના પાસપોર્ટ પર અમેરિકા જવાનો પ્રયાસ કરતાં ઝડપાયેલા અમદાવાદના ૩ર વર્ષીય યુવક જયેશ પટેલને લઈને વધુ તપાસ માટે દિલ્હી પોલીસ અમદાવાદ આવી છે.

  • ચામડી જોઈને ઈન્સ્પેક્ટરને શંકા ગઈ
  • દલાલે તેને ૮૧ વર્ષની વ્યક્તિનો અસલી પાસપોર્ટ આપ્યો હતો 
  • પૂછપરછ કરતાં ખબર પડી કે તે વૃદ્ધ નથી પણ યુવાન 

દિલ્હી પોલીસ શહેર પોલીસની મદદ લઇને નકલી પાસપોર્ટ બનાવનારને પકડશે. જયેશ પટેલ વૃદ્ધ જેવો હુલિયો બનાવીને વિદેશ જવાની કોશિશ કરતો હતો. 

રવિવારે રાતના આશરે ૮ વાગ્યાની આસપાસ દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ ટર્મિનલ-૩ પર એક ૩ર વર્ષનો જયેશ પટેલ ૮૧ વર્ષનો વૃદ્ધ બનીને વ્હિલચેરમાં ગયો હતો. જયેશ પટેલને રાતના ૧૦.૪પ વાગ્યે ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં સવાર થવાની જ હતી ત્યારે સિક્યોરિટી ઈન્સ્પેક્ટરે તેને મેટલ ડિટેક્ટર ક્રોસ કરવાનું કહ્યું હતું, પરંતુ તે ચાલવાનું તો દૂર, સીધો ઊભો પણ નહોતો રહી શકતો. 

બાદમાં વાતચીતમાં તેણે અવાજ ભારે રાખવાનો પ્રયાસ કર્યો અને છેવટે તે નજર બચાવવા લાગ્યો. આ દરમિયાન તેની ચામડી જોઈને ઈન્સ્પેક્ટરને શંકા ગઈ, કારણ કે આટલા વૃદ્ધ માણસની ચામડી યુવાન જેવી હતી એટલે તેનો પાસપોર્ટ તપાસવામાં આવ્યો, પરંતુ તેમાં બધું બરાબર હતું. પાસપોર્ટમાં તેનું નામ અમ‌િરકસિંહ અને જન્મ તારીખ ૧ ફેબ્રુઆરી, ૧૯૩૮ હતી. છેવટે તેની સઘન પૂછપરછ કરતાં ખબર પડી કે તે વૃદ્ધ નથી પણ યુવાન છે. બાદમાં તેણે પોતાનું સાચું નામ જયેશ પટેલ કહ્યું હતું. 

આ અમદાવાદનો ૩ર વર્ષીય યુવક છે. આ યુવકને ઈમિગ્રેશન અધિકારીઓના હવાલે કરી દેવાયો હતો. તપાસમાં સામે આવ્યું છે કે જયેશ પટેલ કોઈ પણ રીતે અમેરિકા જવા ઈચ્છતો હતો. આ માટે એક દલાલે તેને ૮૧ વર્ષની વ્યક્તિનો અસલી પાસપોર્ટ આપ્યો હતો, જેના પર વિઝાના સિક્કા હતા. પાસપોર્ટમાં વૃદ્ધના ફોટાના આધારે જયેશ બિલકુલ તેમના જેવો હુલિયો બનાવીને એરપોર્ટ પહોંચ્યો હતો. આ ચકચારી કેસમાં દિલ્હી પોલીસ અમદાવાદ આવી છે. જયેશને બોગસ પાસપોર્ટ બનાવી આપનાર વ્યકિતની ધરપકડ કરવા માટે દિલ્હી પોલીસ અમદાવાદ પોલીસની મદદ લેશે.

ધરપકડ / ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈઃ 32 વર્ષનો યુવાન 81 વર્ષોનો ભાભો બનીને જતો'તો...

 

સંકળાયેલા મુદ્દાઓ

Delhi airport Passport US ahmedabad gujarat અમેરિકા ગુજરાતી ન્યૂઝ દિલ્હી inquiry

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ