બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Mamata Banerjee's appeal to PM Modi on Sourav Ganguly became the center of debate, know what she said

ક્રિકેટ / સૌરવ ગાંગુલીને લઈને મમતા બેનરજીએ PM મોદીને કરેલી અપીલ ચર્ચાનું કેન્દ્ર બની, જાણો શું કહ્યું

Hiralal

Last Updated: 04:42 PM, 17 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી મોદીને અપીલ કરી છે કે સૌરવ ગાંગુલીને ICCની ચૂંટણી લડવાની મંજૂરી આપવી જોઈએ.

  • બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની પીએમ મોદીને અપીલ
  • સૌરવ ગાંગુલીને  ICCની ચૂંટણી લડવાની મંજૂરી આપો
  • સરકાર ગાંગુલીને ICCમાં મોકલે
  • ગાંગુલીની બીસીસીઆઈ ચીફ તરીકે વિદાય થઈ રહી છે
  • ગાંગુલીએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષની ચૂંટણી લડવાના છે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સૌરવ ગાંગુલીને લઇને પીએમ મોદીને ખાસ અપીલ કરી છે. મમતા બેનરજીએ કહ્યું કે હું વડા પ્રધાનને વિનંતી કરું છું કે સૌરવ ગાંગુલીને આઈસીસીની ચૂંટણી લડવાની મંજૂરી મળે તેવું પીએમ મોદીએ સુનિશ્ચિત કરવું જોઈએ કારણ કે ગાંગુલી એક લોકપ્રિય વ્યક્તિ છે. 

રાજકીય રીતે નહીં પરંતુ ક્રિકેટ માટે નિર્ણય લો 
મમતા બેનરજીએ કહ્યું કે, ભારત સરકારને વિનંતી છે કે, તે રાજકીય રીતે નિર્ણય ન લે પણ ક્રિકેટ, સ્પોર્ટસ માટે નિર્ણયો લે. ગાંગુલી કોઈ રાજકીય પક્ષના સભ્ય નથી. 

મમતા બેનર્જીએ શું કહ્યું?
બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે સૌરવ ગાંગુલીને ખોટી રીતે બીસીસીઆઈ અધ્યક્ષ પદમાંથી અલગ કરાયા છે. 
સીએમે કહ્યું કે હું બહુ દુઃખી છું. સૌરવ ખૂબ જ લોકપ્રિય વ્યક્તિત્વ ધરાવે છે. તે ભારતીય ટીમનો કેપ્ટન હતો. તેમણે દેશને ઘણું આપ્યું છે. તે માત્ર બંગાળનું જ નહીં પરંતુ ભારતનું ગૌરવ છે. તેમને આ રીતે બાકાત રાખવા તે ખોટું છે.

સૌરવ ગાંગુલીની જગ્યાએ રોજર બિન્ની બનશે બીસીસીઆઈ ચીફ 
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઈ ચીફ તરીકે સૌરવ ગાંગુલીની વિદાય થઈ રહી છે અને તેથી ગાંગુલીએ બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. ગાંગુલીને બદલે રોજર બિન્ની બીસીસીઆઈ અધ્યક્ષ બને તેવી શક્યતા છે.  સૌરવ ગાંગુલી 2019માં બીસીસીઆઈના અધ્યક્ષ બન્યા હતા. તેમને 18 ઓક્ટોબરે આ પદ પરથી રજા આપવામાં આવી રહી છે.

ગાંગુલી સીએબીની ચૂંટણી લડશે
સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે તેઓ બીસીસીઆઈના અધ્યક્ષ પદ છોડ્યા બાદ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (સીએબી)ના અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડશે. આ દરમિયાન આઇસીસીના ચેરમેન માટે પણ ચૂંટણી યોજાઇ રહી છે. આઈસીસીના ચેરમેન માટે 20 ઓક્ટોબરે નામાંકન ભરવાના છે. એવી ચર્ચા હતી કે, બીસીસીઆઇના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ ગાંગુલી આઇસીસીના ચેરમેનની ચૂંટણી લડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ