બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Mamata Banerjee Apologises For Trinamool Minister's Comments On President

રાજકીય / 'રાષ્ટ્રપતિ ઘણા સારા અને પ્રેમાળ મહિલા', મમતા બેનરજીએ TMC નેતાના બફાટ પર માફી માગી

Hiralal

Last Updated: 08:02 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બંગાળના સીએમ મમતા બેનરજીએ તેમની પાર્ટીના નેતાની રાષ્ટ્રપતિ મુર્મૂ પરની વિવાદિત ટીપ્પણી પર માફી માગી લીધી છે.

  • મમતાએ પાર્ટી નેતાના નિવેદન પર માફી માગી
  • કહ્યું કે રાષ્ટ્રપતિ ઘણા સારા અને પ્રેમાળ મહિલા છે
  • મમતાની પાર્ટીના નેતાએ રાષ્ટ્રપતિ મુર્મૂ પર વિવાદીત ટીપ્પણી કરી હતી

ટીએમસીના સુપ્રીમો મમતા બેનર્જીએ સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર પોતાની વિવાદિત ટિપ્પણી માટે માફી માંગી છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ઘણા સારા અને પ્રેમાળ મહિલા છે. હું મારા ધારાસભ્યના શબ્દોની ટીકા કરું છું. હું માફી માગું છું. અખિલ ગિરીએ જે કર્યું તે ખોટું છે. જો ભવિષ્યમાં આવું થશે તો પાર્ટી કાર્યવાહી કરશે.

કેટલાક લોકો બંગાળને બદનામ કરી રહ્યાં છે 
મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે, કેટલાક લોકો સતત રાજ્યને બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે, "જો કોઈ વ્યક્તિએ ભૂલ કરી હોય તો તેને તે ભૂલો સુધારવાની તક આપવી જોઈએ. જો કોઈ ભ્રષ્ટાચારમાં રાચશે, તો કાયદો પોતાનો માર્ગ અપનાવશે. પરંતુ મીડિયા ટ્રાયલ ચાલી રહી છે.કેટલાક લોકો બંગાળમાં બેસીને ખાઈ રહ્યા છે અને કાવતરું ઘડી રહ્યા છે. આ લોકો દિલ્હીને કહી રહ્યા છે કે બંગાળને પૈસા ન આપો. મારે દિલ્હીના પૈસા નથી જોઈતા. બંગાળ તેના પગ પર ઉભા રહેવા માટે સક્ષમ છે. અમારું સ્વાભિમાન અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે, અમે દિલ્હીને તેને છીનવી લેવાની મંજૂરી આપીશું નહીં, "તેમણે કહ્યું.

શું ટીપ્પણી કરી હતી મમતાના ધારાસભ્યે 
ટીએમસીના ધારાસભ્ય અખિલ ગિરીએ નંદીગ્રામમાં એક સભાને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર અભદ્ર ટિપ્પણી કરી હતી. "અમે કોઈના દેખાવથી તેનો ન્યાય કરતા નથી. અમે રાષ્ટ્રપતિની ખુરશીનો આદર કરીએ છીએ, પરંતુ આપણા રાષ્ટ્રપતિ કેવા દેખાય છે? આ પછી તેમના નિવેદન પર રાજકીય નિવેદન શરુ થયા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પર અભદ્ર ટિપ્પણી કરવા બદલ રાજ્યમંત્રી અખિલ ગિરી વિરુદ્ધ સોમવારે કલકત્તા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. પીઆઈએલમાં અખિલ ગિરીને બંધારણના સર્વોચ્ચ પદનો અનાદર કરવા બદલ સજાની માંગ કરવામાં આવી છે. સોમવારે ચીફ જસ્ટિસ પ્રકાશ શ્રીવાસ્તવની બેન્ચમાં આ મામલો દાખલ કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ