ગુજરાતમાં કુપોષિત બાળકોના વધતાં પ્રમાણ માટે સરકાર ચિંતિત છે. કુપોષણ અંગે મહિલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં મુખ્યમંત્રી રૂપાણી ઉપસ્થિત રહ્યાં હતાં. અને મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો.
કુપોષણ અંગે મહિલા શિબિરનું આયોજન
CM રૂપાણી રહ્યા હાજર
રાજ્યમાં એક સપ્તાહમાં 11 હજાર કુપોષિત બાળકો નોંધાયા
તેમણે જણાવ્યું હતું કે એક સપ્તાહમાં રાજ્યમાં 11 હજાર 947 કુપોષિત બાળકો નોંધાયા છે. ખેડા, બનાસકાંઠા, દાહોદ, અમદાવાદમાં સૌથી વધુ કુપોષિત બાળકોની સંખ્યા છે. આંગણવાડી કાર્યકર્તા અને સર્વ શિક્ષા અભિયાનની બહેનો હાજર રહી હતી. કુપોષણ નિવારવા જરૂરી પગલાં ભરવાનું CM રૂપાણીએ સૂચન કર્યું છે.
વિધાનસભા સત્રની બીજી બેઠકમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ કુપોષણને લઈને ખુલાસો કર્યો છે. આ ખુલાસામાં રાજ્યમાં કુલ 1 લાખ 42 હજાર 142 બાળકો કુપોષણનો શિકાર બન્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો.
જ્યારે અતિ ઓછા વજનવાળા બાળકોની સંખ્યા 24 હજાર 101 પર પહોંચી છે. તો આદિવાસી જિલ્લાઓમાં કુપોષિત બાળકોની સંખ્યા વધુ જોવા મળી છે. દાહોદમાં સૌથી વધુ 14 હજાર 191 બાળકો કુપોષિત છે. તો નર્મદામાં પણ કુલ 12 હજાર 667 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે.
કુપોષિત બાળક
મહાનગરોમાં કુપોષણનો આંકડો ચિંતાજનક
બીજી તરફ રાજ્યના મહાનગરોમાં પણ કુપોષણનો આંકડો ચિંતાજનક છે. અમદાવાદમાં 1 હજાર 925, સુરતમાં 5 હજાર 318 અને રાજકોટમાં 3 હજાર 21 તેમજ વડોદરામાં 6 હજાર 154 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે.
જ્યારે આણંદ જિલ્લામાં કુલ 6 હજાર 26 બાળકો અને વલસાડ જિલ્લામાં 1 હજાર 582 બાળકો કુપોષણથી પીડાય છે. તો અંકલાવમાં 158, પેટલાદમાં 399 અને ખંભાતમાં 1 હજાર 49 બાળકો કુપોષિત છે. આ ઉપરાંત તારાપુરમાં 289 અને સોજીત્રામાં 683 બાળકો કુપોષણનો શિકાર બન્યા હોવાનો મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ ખુલાસો કર્યો છે.