બંગાળની ફોમ બનાવતી ફેક્ટરી અને મહારાષ્ટ્રમાં માલવાહક કન્ટેનરમાં લાગી આગ

By : kavan 03:17 PM, 03 December 2018 | Updated : 03:17 PM, 03 December 2018
બંગાળ અને મહારાષ્ટ્રમાં આગની બે ઘટના સામે આવી. બંને આગની ઘટનામાં આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યુ નથી પણ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યુ અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરાયા છે. બંગાળના સિલીગુરીમાં આવેલી ફોમની ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગી. 

આગની જાણ પોલીસ અને ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ પોતાના ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચ્યા. તો બીજી તરફ, મહારાષ્ટ્રમાં આવેલા રાયગઢ જવાહરલાલ નહેરૂ પોર્ટ ટ્રસ્ટ પાસેના માલવાહક કન્ટેનર સ્ટેશનમાં કોઈ કારણોસર આગ લાગી.

આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોટે ગોટે ઉડ્યા. જો કે, બંને ઘટનામાં આગ કયા કારણોસર લાગી તે હજુ જાણવા મળ્યુ નથી. તો આગમાં કોઈ જાનહાનિના પણ સમાચાર નથી.

ઉલ્લેખનીય છે કે, આગ લાગવાને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે, સમયસર ફાયરબ્રિગેડનો કાફલો ઘચના સ્થળે આવી પહોંચતા મોટી દુર્ઘટના ટળી હતી. બંન્ને સ્થળે આગ કેવી રીતે લાગી તે અંગે હજી કોઇ ચોક્કસ સ્પષ્ટતા થઇ શકી નથી. Recent Story

Popular Story