ગેંગરેપ / મહીસાગરમાં બે વિધર્મી યુવકોએ મહિલાના ઘરમાં ઘુસીને આચર્યુ દુષ્કર્મ, પોલીસ એક્શન મોડમાં

mahisagar santrampur woman gangrape police arrested two accused

હાથરસ ઘટના બાદ ગુજરાતના મહીસાગરમાં પણ શરમજનક ઘટના બની છે. મહીસાગરના સંતરામપુરમાં એક પરણિતા પર ગેંગરેપની ઘટના બની છે. બે વિધર્મી યુવકોએ પીડિતાને ધમકાવીને તેનાજ ઘરમાં તેમના પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ સામે આવી છે. પીડિતાએ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ગેંગરેપની ફરિયાદ નોંધી છે. જો કે ફરિયાદ બાદ ગણતરીના કલાકમાં જ બંને આરોપીની ધરપકડ કરી દેવાઇ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ