mahendra singh dhoni is solution of every problem says kuldeep yadav ahead of the start of icc cricket world cup
WC 2019 /
ચાઇનામેને કહ્યું - 'એમ એસ ધોની પાસે છે તમામ સમસ્યાનો હલ'
Team VTV04:07 PM, 28 May 19
| Updated: 04:08 PM, 28 May 19
ટીમ ઇન્ડિયા ભલે વિરાટ કોહલીના નેતૃત્વ વાળી ભારતીય ક્રિકેટ ટીમ હોય, પરંતુ એક વ્યક્તિ એવી પણ છે જે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ટીમ ઇન્ડિયાને સફળતા અપાવામાં માને છે એ બીજુ કોઇ નહીં પરંતુ મહેન્દ્ર સિંહ ધોની છે.
પૂર્વ કેપ્ટન ભારતીય ટીમને ઘણા આઇસીસી ટૂર્નામેન્ટમાં સફળતા અપાવી છે. અને હવે એ આઇસીસી વર્લ્ડ કપ 2019ની તૈયારીઓ માટે મહેનત કરી રહ્યા છે. મહેન્દ્રસિંહ ધોની ટીમ ઇન્ડિયાને ત્રીજીવાર ચેમ્પિયન બનાવવામાં કોશિશ કરી રહ્યા છે. જોકે માનવામાં આવે છે કે આતંરરાષ્ટ્રીય સ્તરે ટીમ ઇન્ડિયા સાથે આ તેમની અંતિમ ટૂર્નામેન્ટ હોઇ શકે છે.
ટીમ ઇન્ડિયાના ચાઇનામેન કુલદીપ યાદવને એમએસ ધોનીની હાજરીમાં ઘણો ફાયદો થયો છે. રિસ્ટ સ્પિનરે સ્વીકાર્યું છે કે અનુભવી મહેન્દ્ર સિંહ ધોની પાસે લગભગ તમામ સમસ્યાઓનો હલ છે. એમણે ટીમ ઇન્ડિયાની કરોડરજ્જૂ છે.
24 વર્ષના ડાબોડી સ્પિનરે કહ્યું, 'હું કહું છું કે જ્યારે શંકા હોય ત્યારે ધોની પાસે જાઓ. તેમની પાસે તમામ સમસ્યાઓનો ઉકેલ છે. તમામ ધોની પાસે જાય છે. જ્યારે હું બોલિગં કરું છું. તો ફીલ્ડિંગ સેટ કરવામાં ઘણીવાર મુશ્કેલી પડતી હોય છે. હું માહી ભાઇ તરફ જોઉ છું. અને એમણે મારા ઇશારાને સમજીને મારી મદદ કરે છે. એ મારી પાસે આવે છે અને મદદ કરે છે. ધોની માત્ર મારી નહીં પરંતુ દરેક બોલરની મદદ કરે છે.'
મહેન્દ્ર સિંહ ધોનીની મેચ પરિસ્થિતિની સમજ અને બેસ્ટમેનના મનને સમજવાની કલા વિશે વાત કરતા યાદવે જણાવ્યું કે, ધોની મેચને બહુ જ સારી રીતે સમજે છે અને એ હિસાબે યોજના બનાવે છે. કુલદીપ યાદવે કહ્યું, 'માહી ભાઇ બેસ્ટમેનને જલ્દી જ સમજી જાય છે. અને બોલરને સમજાવે છે કે કેવા પ્રકારની બોલિંગ કરવી જોઇએ. એ મોટાભાગે અમારા પક્ષમાં કામ કરે છે. કોહલી અને ધોની અમારી ટીમના કરોડરજ્જૂ છે. ધોની અમને આઝાદી આપે છે જ્યારે કોહલી અમારો વિશ્વાસ વધારે છે.'