બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Mahashivratri 2023 A amleshwar mahadev mandir rajasthan Shiva temple in Rajasthan that opens only once in a year

મહા શિવરાત્રી 2023 / આ છે ભારતના એવાં શિવાલય, જે વર્ષમાં ખુલે છે માત્ર એકવાર, રહસ્ય જાણીને ચોંકી ઉઠશો

Arohi

Last Updated: 02:35 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ અહીં રહેતા ચૂનાની ભટ્ટીઓ પર કામ કરનાર લોકોએ લગભગ 100 વર્ષ પહેલા બનાવ્યું હતું. 100 વર્ષ પહેલા અહીં જંગલ હતું જ્યાં લોકો જવાથી ડરતા હતા.

  • અહીં આવેલું છે શિવજીનું 100 વર્ષ જુનુ મંદિર 
  • જે વર્ષમાં ખુલે છે માત્ર એકવાર
  • તેનું રહસ્ય જાણીને ચોંકી ઉઠશો

દેશ દુનિયામાં તમે ઘણા મંદિરોની વિશેષતાઓ જોઈ હશે. જેમાં દેવી દેવતાઓનો અદ્ભુત અને સ્વર્ણિમ ઈતિહાસ રહ્યો હશે. ચમત્કારની વાતો પણ સાંભળી હશે. પરંતુ કોટામાં એક મંદિર એવું પણ છે જે વર્ષમાં ફક્ત એક જ વખત શિવરાત્રિ પર ખુલે છે. કોટાના વિજ્ઞાન નગરમાં સ્થિત આ મંદિરની કહાણી અલગ છે. 

અમલેશ્વર મહાદેવના નામે ઓળખવામાં આવતું આ મંદિર દશકોથી બંધ હતું. જેને ઘણા પ્રયત્નો બાદ ખોલવામાં આવ્યું. ખાસ વાત એ છે કે વિજ્ઞાન નગર વિસ્તારના પોલિસકર્મી જ તેની સાફ સફાઈ કરાવે છે અને એક દિવસ મંદિર ખોલ્યા બાદ બીજા દિવસે પાછુ તાળુ લગાવી દે છે. 

ભારે પોલીસ ફોર્સની વચ્ચે થાય છે પૂજા અર્ચના 
બજરંગદળના યોગેશ રેનવાળાએ જણાવ્યું કે વિજ્ઞાન નગર વિસ્તારની અમન કોલોનીમાં સ્થિત અમલેશ્વર મહાદેવ મંદિરનું છે. જેમાં 7 વર્ષના ફક્ત મહાશિવરાત્રીના દિવસે જ પૂજા અર્ચના કરવામાં આવે છે. 

આ એરિયામાં તણાવ ન વધે તેને લઈને ભારે પોલીસ સુરક્ષા પણ રાખવામાં આવે છે. આ વખતે પણ અમલેશ્વર મહાદેવ સમિતિની તરફથી અયોજન કરવામાં આવી રહ્યું છે અને તેની તૈયારીઓ ધૂમધામથી કરવામાં આવી છે. 

100 વર્ષ જુનુ મંદિર ચૂનો બનાવનાર લોકોએ બનાવ્યું 
અમલેશ્વર મહાદેવ મંદિરનું નિર્માણ અહીં રહેતા ચૂનાની ભટ્ટીઓ પર કામ કરનાર લગભગ લોકો દ્વારા 100 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. 100 વર્ષ પહેલા આ એવું ઘાડ જંગલ હતું કે લોકો ત્યાં જવાથી ડરતા હતા. 

ધીરે ધીરે અહીં ભટ્ટીઓ ખતમ થતી ગઈ અને અહીં રહેતા લોકો પણ જતા રહ્યા અને મંદિર બંધ થઈ ગયું અને બીજા લોકો અહીં આવીને વસી ગયા. ત્યાર બાદ આ મંદિરની પૂજા અર્ચના બંધ થઈ ગઈ. 

7 વર્ષથી થવા લાગી પૂજા અર્ચના 
આ મંદિરને વર્ષો પહેલા બંધ કરી દેવામાં આવ્યું હતું આ મંદિર જાતિ વિશેષ ક્ષેત્રમાં હોવાથી અહીં તણાવપૂર્ણ વાતાવરણ રહે છે. એવામાં પૂર્વ ધારાસભ્ય ભવાની સિંગ રાજાવત અને હિંદૂ સંગઠનોએ તેને ખોલાવ્યું. પરંતુ ભારે પોલીસ ફોર્સ સાથે જેથી કોઈ તણાવ ન થાય. 

સાત વર્ષ પહેલા ખોલવામાં આવેલું મંદિર હવે દરેક મહાશિવરાત્રી પર પોલીસની દેખરેખ હેઠળ ખુલે છે પોલીસ દેખરેખ હેઠળ જ તેની પૂજા થાય છે. શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે અને ત્યાર બાદ પરત તેને બંધ કરી દેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ