હિંસા /
ત્રિપુરાની હિંસાના પડઘા પહોંચ્યા મહારાષ્ટ્ર: પોલીસ પર વિફરેલા ટોળાનો પથ્થરમારો, જાણો શું છે મામલો
Team VTV10:22 PM, 12 Nov 21
| Updated: 10:23 PM, 12 Nov 21
ભારત બંધના એલાને મહારાષ્ટ્રના નાંદેડમાં હિંસક સ્વરૂપ લીધું છે.
મહારાષ્ટ્રના નાંદેડમાં હિંસક સ્વરૂપ
પોલીસ વાહન પર કરાયો પથ્થરમારો
દુકાનો કરાવાઈ બંધ
સ્થાનિકો દ્વારા જબરદસ્તી દૂકાનો બંધ કરાવવામાં આવી અને પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. જો કે, બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસમાં જોતરાયો હતો. આ ઘટનાથી શિવાજીનગર વિસ્તારમાં કેટલાક સમય સુધી તણાવનો માહોલ જોવા મળ્યો હતો.
Muslims across the state had taken out a protest march today against the violence in Tripura. During this, stone pelting was done in Nanded, Malegaon, Amaravati and some other places. I appeal to all Hindus & Muslims to maintain peace: Maharashtra HM Dilip Walse Patil pic.twitter.com/VdzCwwLeEC
ઉલ્લેખનીય છે કે, ત્રિપુરા ઘટનાના વિરોધમાં આ ઉગ્ર પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. નાંદેડમાં મુસ્લિમ સંગઠનોએ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું અને સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ થોડા સમયમાં જ આ પ્રદર્શન હિંસક બન્યું અને દુકાનોને પણ બંધ કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં રસ્તા પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસના વાહનોને આગચંપી પણ કરી હતી.
હિંસાનું કારણ ત્રિપુરા
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ભડકેલી આ હિંસા ત્રિપુરામાં મચેલ બબાલના કારણે છે. તાજેતરમાં જ ત્રિપુરામાં મોટા પાયે સાંપ્રદાયદિક હિંસા જોવા મળી. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા બાદ ત્રિપુરામાં માહોલ ગંભીર બન્યો હતો. મુસ્લીમ સંગઠનોને આરોપ છે કે, ત્યાં તેમને ધમકી આપવામાં આવી રહી છએ અને હુમલા થઈ રહ્યા છે. રિપોર્ટ તો એવો પણ આવ્યો કે, મસ્જિદોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને તોડફોડ કરવામાં આવી હતી પરંતુ પોલીસે તપાસ કરવાનો નનૈયો ભણ્યો.