maharashtra unlock cinema halls theatres and auditoriums to reopen today know all the guidelines
મોટા સમાચાર /
અનલોક : આ રાજ્યમાં આજે ખુલશે સિનેમાઘરો અને અનેક પાર્ક, જાણો શું છે ગાઈડલાઈન
Team VTV10:02 AM, 22 Oct 21
| Updated: 10:05 AM, 22 Oct 21
આજે મહારાષ્ટ્રમાં મોટો અનલોક થવા જઈ રહ્યું છે.
કેટલીક શરતોની સાથે સિનેમા હોલ અને એમ્યૂઝમેન્ટ પાર્કોને ખોલવામાં આવી રહ્યા છે
મુલાકાતીઓનું સંપૂર્ણ રસીકરણ જેવા નિયમોનું પાલન કરવું પડશે
રેસ્ટોરન્ટ અને દુકાનોના કામના કલાકો વધારવાની સતત માંગ થઈ રહી છે
કેટલીક શરતોની સાથે સિનેમા હોલ અને એમ્યૂઝમેન્ટ પાર્કોને ખોલવામાં આવી રહ્યા છે
મહારાષ્ટ્રમાં ઝડપથી ઓછા થઈ રહેલા કોરોના સંક્રમણના મામલા જોતા મહારાષ્ટ્ર સરકારે લોકડાઉનમાં મોટી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આજે મહારાષ્ટ્રમાં મોટુ અનલોક થવા જઈ રહ્યું છે. સરકાર તરફથી જારી નવી ગાઈડલાઈન મુજબ કેટલીક શરતોની સાથે સિનેમા હોલ અને એમ્યૂઝમેન્ટ પાર્કોને ખોલવામાં આવી રહ્યા છે. આની સાથે રેસ્ટોરન્ટ, દુકાનો અને ભોજનાલયોનો સમય વધારવાની પરવાનગી આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આ નિર્ણય મહારાષ્ટ્ર કોવિડ 19 ટાસ્ક ફોર્સની સાથે થયેલી બેઠક બાદ કર્યો છે.
મુલાકાતીઓનું સંપૂર્ણ રસીકરણ જેવા નિયમોનું પાલન કરવું પડશે
ઉલ્લેખનીય છે કે ચેન્નાઈ ઈન્ટીટ્યૂટ ઓફ મેથમેટિક્સ સાયન્સના શોધકર્તાઓ મુજબ મુંબઈમાં આર વેલ્યૂ, ઓક્ટોબરની પહેલી છમાહીમાં એકથી વધારે થયા બાદ એકથી નીચે આવી ગયો છે. સરકાર તરફથી જારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસને વધતો રોકવા માટે કોવિડ નિયમોમાં કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. સેવા પ્રદાતાઓની સાથે સાથે મુલાકાતીઓનું સંપૂર્ણ રસીકરણ જેવા નિયમોનું પાલન કરવું પડશે.
રેસ્ટોરન્ટ અને દુકાનોના કામના કલાકો વધારવાની સતત માંગ થઈ રહી છે
મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે મનોરંજન પાર્કોને ફરીથી ખોલવાની પરવાનગી આપી છે. સીએમ સચિવાલય તરફથી જણાવવામાં આવ્યું છે કે જેમ જેમ કોરોના રોગિઓની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. તેમ તેમ અમે પ્રતિબંધોમાં ઢીલ આપી રહ્યા છીએ. અમે 22 ઓક્ટોબરથી સિનેમાઘરોને ફરીથી ખોલી રહ્યા છીએ. રેસ્ટોરન્ટ અને દુકાનોના કામના કલાકો વધારવાની સતત માંગ થઈ રહી છે. મનોરંજન પાર્ક ઉપરાંત ઠાકરે સરકારે સિનેમા હોલ, થિયેટર અને મલ્ટીપ્લેક્સને 50 ટકા બેસવાની ક્ષમતાની સાથે ખોલવાની પરવાનગી આપી છે. સિનેમાં હોલમાં જનારા આરોગ્ય સેતુ એપ પર પોતાની સુરક્ષિત સ્થિતિ જોવા માટે કહેવામાં આવશે. આ ઉપરાંત માસ્ક, સામાજિક અંતર, ખાંસી અને છીંકવા પર મોઢું ઢાંકવું, નિયમિત રુપથી હાથ સફાઈ વગેરે નિયમોનું પાલન કરવું પડશે.
6 મહિનાઓમાં સિનેમા જગતમાં અંદાજીત 9 000 કરોડનું નુકસાન થયું
સિનેમાં હોલને ફરી શરુ કરવાની પરવાનગી આપવાનો નિર્ણય ફિલ્મ નિર્માતા રોહિત શેટ્ટી અને પેન સ્ટૂડિયોના અઘ્યક્ષ અને એમડી ડો. જયંતીવાવ ગડા દ્વારા ગત મહિને મહારાષ્ટ્રના સીએમ ઠાકરે સાથે રાજ્યભરમાં સિનેમા ઘર ફરી ખોલવા પર ચર્ચા કર્યા બાદ આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે સાથેની બેઠકમાં તેમણે જણાવ્યું હતુ કે સિનેમા ઘરોથી લાખો લોકોનો રોજગાર જોડાયેલો છે. ગત 6 મહિનાઓમાં સિનેમા જગત સાથે જોડાયેલા લોકોને અંદાજીત 9 000 કરોડનું નુકસાન થયું છે.