બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / maharashtra st workers protest ncp chief sharad pawar house silver oak house

BIG NEWS / વિરોધ પ્રદર્શન: NCP ચીફ શરદ પવારના ઘરે એસટી કર્મચારીઓનું ઉગ્ર પ્રદર્શન, 100થી વધારે લોકોની ધરપકડ

Pravin

Last Updated: 09:28 PM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ના સેંકડો હડતાળ કર્મચારીઓએ આજે ​​રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  • NCP ચીફ શરદ પવાર પર ઘરે હોબાળો
  • પ્રદર્શનકારીઓએ હોબાળો મચાવ્યો
  • ઘર પર જૂતા અને ચપ્પલ ફેંક્યા

મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ના સેંકડો હડતાળ કર્મચારીઓએ આજે ​​રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મુંબઈમાં તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દાવો કરવામાં આવે છે કે, આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પથ્થરમારો પણ કર્યો હતો. કેટલાક કર્મચારીઓએ તેમના ઘર તરફ જૂતા અને ચપ્પલ પણ ફેંક્યા હતા.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ કર્યો ફોન, સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત કરી

આ અંગે માહિતી મળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ NCP ચીફ પવારને ફોન કરીને તેમની હાલત વિશે પૂછપરછ કરી હતી. તેણે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે સાથે પણ વાત કરી અને પવારની સુરક્ષામાં ખામીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ પછી પવારના ઘરે થયેલા હંગામાની તપાસ જોઈન્ટ સીપી લો એન્ડ ઓર્ડરને સોંપવામાં આવી છે. અધિકારીઓ સુરક્ષા નિષ્ફળતા અને ગુપ્તચર નિષ્ફળતાની તપાસ કરશે.

100થી વધારે પ્રદર્શનકારીઓએ મચાવ્યો હોબાળો

100થી વધુ પ્રદર્શનકારીઓ દક્ષિણ મુંબઈમાં પવારના ઘર 'સિલ્વર ઓક' પર પહોંચ્યા હતા, ત્યારબાદ વધારાની પોલીસ ફોર્સને સ્થળ પર મોકલવામાં આવી હતી. થોડા સમય માટે NCP પ્રમુખના ઘરની બહાર હોબાળો થયો હતો.

કર્મચારીઓની આ છે માગ

કર્મચારીઓએ કહ્યું કે, તેઓ કોર્પોરેશનને રાજ્ય સરકાર સાથે મર્જ કરવાની તેમની માંગ પર અડગ છે. એમએસઆરટીસીના હજારો કર્મચારીઓ નવેમ્બર 2021 થી રાજ્ય સરકારના કર્મચારીઓની સ્થિતિ અને કોર્પોરેશનના વિલીનીકરણની માંગ સાથે હડતાળ પર છે. ત્રણ પક્ષો શિવસેના, એનસીપી અને કોંગ્રેસની ગઠબંધન સરકારમાં પરિવહન મંત્રાલય એનએસપી પાસે છે અને અનિલ પરબ પરિવહન મંત્રી છે.

સુપ્રિયા સુલેએ સમજાવવાનો પ્રયાસ કર્યો

પવારના પુત્રી અને લોકસભાના સભ્ય સુપ્રિયા સુલેએ ગૃહની બહાર દેખાવકારોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે તે તેમની સાથે વાત કરવા તૈયાર છે, પરંતુ તેમણે પહેલા ખાતરી કરવી પડશે કે અંદર તેના માતા-પિતા સુરક્ષિત રહે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ