બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / maharashtra sangli sadhus thrashed by local villagers on suspicion of being child lifters

અફવા બની આફત / ભીડની બર્બરતા: મહારાષ્ટ્રમાં ફરી પાલઘર જેવો કાંડ, ગાડીમાંથી ઉતારીને ચાર સાધુઓને લાઠી-ડંડાથી માર્યા

Pravin

Last Updated: 11:35 AM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં સમયાંતરે સાધુઓ સાથે મારપીટની ઘટનાઓ આવતી રહે છે. તાજેતરમાં જ સાંગલીમાં એક ગામના લોકોએ 'બાળ ચોરી'નો આરોપ લગાવીને સાધુને ઝૂડી નાખ્યા હતા.

  • મહારાષ્ટ્રમાંથી ફરી એક વાર સાધુ સાથે અત્યાચારની ઘટના સામે આવી
  • બાળક ચોર ગેંગ હોવાનું સમજી ગામ લોકોએ ધોકાવાળી કરી
  • ભાષા નહીં સમજાતા હોબાળો થયો, પોલીસ વચ્ચે પડી

મહારાષ્ટ્રમાં સમયાંતરે સાધુઓ સાથે મારપીટની ઘટનાઓ આવતી રહે છે. તાજેતરમાં જ સાંગલીમાં એક ગામના લોકોએ 'બાળ ચોરી'નો આરોપ લગાવીને સાધુને ઝૂડી નાખ્યા હતા. આ ઘટના મંગળવારની છે. પોલીસના જણાવ્યા અનુસાર ચાર સાધુઓ ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી છે અને એક કર્ણાટકના બીઝાપુરથી પંઢરપુર દર્શન માટે જઈ રહ્યા હતા. પોલીસે કહ્યું કે, સાધુઓએ આ મામલે કોઈ ફરિયાદ નોંધાવી નથી, એટલા માટે કોઈ FIR કરાઈ નથી.

ગાડીમાંથી ઉતારી સાધુઓને માર્યા

આ ઘટના સાંગલીના જાટ તાલુકાના લવંગા ગામની છે. જ્યારે ઉત્તર પ્રદેશના રહેવાસી ચાર સાધુ એક કારમાં કર્ણાટકના બીઝાપુરથી મંદિર શહેર પંઢરપુર તરફ જઈ રહ્યા હતા. સોમવારે ગામના એક મંદિરમાં તેઓ રોકાયા હતા. એક પોલીસ અધિકારીએ કહ્યુ હતું કે, મંગળવારે યાત્રા ફરીથી શરુ કરતી વખતે તેમણે એક છોકરા પાસે જવા માટેનો રસ્તો પુછ્યો, તેનાથી ગામ લોકોને શંકા ગઈ કે આ લોકો બાળકોના અપહરણ કરનારી ગેંગ છે. ત્યાર બાદ ગામલોકોએ તેમને ગાડીમાંથી ઉતારીને સાધુઓ પર લાઠીચાર્જ કર્યો હતો. જે બાદ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, સાધુ હકીકતમાં ઉત્તર પ્રદેશના એક અખાડાના સભ્યો હતા.


ભાષા સમજાતી ન હોવાથી સ્થાનિક લોકોએ માર્યા

 

મીડિયા રિપોર્ટ અનુસાર, રસ્તે પસાર થતી વખતે એકબીજાની ભાષા ન સમજાતા મામલે બગડ્યો અને સ્થાનિક લોકોએ સાધુઓે સાથે મારપીટ કરી

મહારાષ્ટ્રના પાલઘરમાં 2020માં બે સાધુઓની હત્યા કરી દીધી હતી

આપને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં સાધુઓ સાથે અત્યાચારની આ પ્રથમ ઘટના નથી, આ અગાઉ પણ 2020માં પાલઘરમાં ગઢચિંચાલે ગામમાં ભીડે બાળક ચોર હોવાનું સમજીને બે સાધુઓની હત્યા કરી નાખી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ