Team VTV05:09 PM, 22 Jun 22
| Updated: 11:50 PM, 22 Jun 22
મહારાષ્ટ્રમાં રાજકીય હલચલની વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે. શિવસેનાના વધુ 4 ધારાસભ્યોએ સુરતથી ગુવાહાટીની ઊડાન ભરી હોવાની માહિતી સૂત્ર દ્વારા મળી રહી છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાગરમી
શિવસેનાના વધુ 4 ધારાસભ્યોએ ભરી ગુવાહાટીની ઉડાન: સૂત્ર
સુરતથી ચાર્ટર પ્લેન દ્વારા લઈ જવામાં આવ્યા: સૂત્ર
ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી ગઠબંધન સરકાર વિરુદ્ધ બળવો કરીને પોતાના અવાજ બુલંદ કરનારા શિવસેનાના મંત્રી એકનાથ શિંદે ગુવાહટી પહોંચ્યા બાદ દાવો કર્યો છે કે, તેમની સાથે શિવસેનાના 46 ધારાસભ્યો છે. પણ આ અગાઉ સૂરતની હોટલમાંથી ધારાસભ્યોનો જે ગ્રુપ ફોટો અને વીડિયો સામે આવ્યો છે, તેમાં તો કુલ 35 ધારાસભ્યો જ દેખાઈ રહ્યા છે. તેની વચ્ચે વધુ એક મહત્વના માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે કે શિવસેનાના વધુ 3 ધારાસભ્યો સુરતની મેરિડિયન હોટેલ સવારે પહોંચ્યા હતા. યોગેશ કદમ, ગોપાલ દલવી,મંજુલા ગાવિત તેમજ અન્ય એક ધારાસભ્યને લઈ એક ચાર્ટર પ્લેને ગુવાહાટીની ઉડાન ભરી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે.
This tweet has been retracted as the information has not been confirmed. Error regretted. pic.twitter.com/crfErZTR6f
એકનાથ શિંદેનો દાવો 46 MLAનું સમર્થન પણ..
જો કે, સૌથી મોટો સવાલ એ છે કે, બળવાખોર એકનાથ શિંદેની સાથે શિવસેનાના કુલ કેટલા ધારાસભ્યો છે. સૂરતથી ગુવાહટી પહોંચ્યા બાદ શિંદેએ દાવો કર્યો છે કે, તેમની સાથે શિવસેનાના 40 ધારાસભ્યો અહીં છે. જો કે, મીડિયા રિપોર્ટમાં કહેવાયુ છે કે, શિંદેની સાથે રાતના લગભગ 2 વાગ્યે કુલ 41 ધારાસભ્યો સૂરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેમાંથી 34 ધારાસભઅયો શિવસેનાના અને 7 અપક્ષ ધારાસભઅયો છે. જો કે, હવે સૂરતની ફાઈવ સ્ટાર હોટલમાંથી વીડિયો સામે આવ્યો છે. તેમાં એકનાથ શિંદે સાથે 35 ધારાસભ્યો દેખાઈ રહ્યા છે. હવે અન્ય 4 ધારાસભ્યો પણ ગુવાહાટી પહોંચશે જેથી સંખ્યાબળ જોતાં તેમની પાસે 39 ધારાસભ્યોનું સમર્થન છે તે વાત નક્કી છે.
Maharashtra crisis: 46 MLAs with us, not received any proposal from BJP, says Sena rebel Eknath Shinde
શિવસેનાના બે ફાડીયા પડ્યા?
શિવસેના કોની ? ઉદ્ધવની કે શિંદેની...એકનાથ શિંદેએ હાલમાં કરેલા ટ્વિટથી તો એવું જ લાગી રહ્યું છે. લાગે છે કે મનામણા-રીસામણાંનો સમય હવે ખતમ થવાનો છે. શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેના ઘારાસભ્ય ભરત ગોગાવાલેને પાર્ટીના વિધાનમંડળના નવા પ્રતિનિધિ તરીકે નિમ્યા છે. તેમણે ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. તેની સાથે જ શિંદેએ કહ્યું કે, ગોગાવાલેને શિવસેનાના પ્રતિનિધિ નિમણૂંક કર્યા બાદ સુનીલ પ્રભુને આજની મીટિંગથી સંબંધિત આદેશ રદ થઈ જાય છે. શિંદેએ ટ્વિટ કરીને કહ્યું કે, શિવસેના ધારાસભ્ય ભરત ગોગાવાલેને શિવસેના વિધાનમંડળના પ્રતિનિધિ નિમણૂંક કરવામાં આવ્યા છે. ત્યારે આવા સમયે ધારાસભ્યોની મીટિંગ બોલાવાનો સુનીલ પ્રભૂનો આદેશ અમાન્ય ઘોષિત થઈ જાય છે.
CM ઉદ્ધવ ઠાકરેનો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યો
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સરકાર પર ખતરો મંડરાઈ રહ્યો છે ગમે હવે ત્યારે ઉદ્ધવ રાજીનામું આપી શકે છે અને વિધાનસભા ભંગ કરી શકે છે આ દરમિયાન સીએમ ઉદ્ધવ ઠાકરેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. સવારમાં એન્ટીજન ટેસ્ટમાં તેઓ કોરોના પોઝીટિવ હોવાનું સામે આવ્યું હતું પરંતુ તેમનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યાં છે.
કેબિનેટ બેઠકમાં 8 મંત્રીઓ ગેરહાજર
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલની વચ્ચે સીએમ ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની બેઠક બોલાવી હતી પરંતુ તેમાં આદિત્ય ઠાકરે સહિતના 8 મંત્રીઓ ગેરહાજર રહ્યાં હતા. આ બેઠકમાં સીએમના રાજીનામા કે વિધાનસભા ભંગ કરવાની કોઈ દરખાસ્ત આવી ન હતી. બેઠકના અંતે ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું હતું કે આગળ શું થશે તે અમે જોઈશું.