બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Maharashtra panchayat election results 2021 shivsena

રાજનીતિ / મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામઃ સૌથી વધારે બેઠક પર જીત સાથે શિવસેના નંબર 1 પર, ભાજપ પાછળ

Published By: Divyesh

Last Updated: 09:43 AM, 19 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં  થયેલ ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામોનું ચિત્ર હવે સ્પષ્ટ થઇ ગયું છે. પરિણામમાં સત્તાધારી પાર્ટી શિવસેના સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી બીજા નંબર પર રહી છે. મંગળવારે સવાર સુધી આવેલા પરિણામોમાં શિવસેનાએ કુલ 3113 બેઠક પર જીત મેળવી છે.

  • મહારાષ્ટ્રમાં થયેલ ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ
  • શિવસેના સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી
  • ભારતીય જનતા પાર્ટી બીજા નંબર પર રહી


ઉલ્લેખનીય મહારાષ્ટ્રના 34 જિલ્લાઓની 12,711 ગ્રામ પંચાયત બેઠક પર ચૂંટણી યોજાઇ હતી, જેનું પરિણામ ગત દિવસે જાહેર કરાયું હતું. જો કે મંગળવારે સવારના આંકડા મુજબ...

  • શિવસેના - 3113
  • ભાજપ - 2632
  • એનસીપી - 2400
  • કોંગ્રેસ - 1823
  • મનસે - 36
  • અપક્ષ - 2344

ઉલ્લેખનીય છે કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળા ચાલી રહેલ મહા વિકાસ અઘાડીના ગઠબંધન સરકાર સામે આવેલ આ મોટો રાજકીય પડકાર હતો. જેમાં જો કોંગ્રેસ, એનસીપી અને શિવસેનાના ગઠબંધનના પરિણામોને જોઇએ તો અંદાજે સાત હજાર બેઠક પર જીત મેળવી છે. જો કે ભાજપનો દાવો છે કે તેમના સમર્થન કેટલાંક અપક્ષોને મોટી જીત મળી છે. 

 


ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 34 જિલ્લામાં 12,711 ગ્રામ પંચાયતોમાં શુક્રવારે યોજાયેલ ચૂંટણીમાં 79 ટકા મતદાન થયું હતું. રાજ્યની ગ્રામ પંચાયતમાં 31 માર્ચ 2020ની ચૂંટણી યોજાવાની હતી, પરંતુ કોરોનાના કારણે 17 માર્ચ 2020ના રોજ ચૂંટણી કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો. ત્યાર બાદ પંચાયત ચૂંટણીની જાહેરાત ડિસેમ્બરમાં થઇ હતી. 

પંચાયત ચૂંટણીના પરિણામોને લઇને શિવસેનાના મુખપત્ર સામનામાં પણ ભાજપ પર પલટવાર કરવામાં આવ્યો છે. શિવસેનાએ લખ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ હવે સમજી જવું જોઇએ કે રાજ્યમાં ભાજપના સાથી ED, CBI અને IT વિભાગ રાજકીય જીત ન અપાવી શકે. શિવસેનાએ લખ્યું BJP તરફતી સતત મહા વિકાસ અઘાડી સરકારને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જનતાએ એકવાર ફરી મત આપી પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું. 

સામનાના તંત્રી લેખમાં શિવસેનાનો કટાક્ષ

સામનાના તંત્રી લેખમાં શિવસેનાએ કેન્દ્ર સરકાર પર કટાક્ષ કર્યો છે. તંત્રી લેખમાં લખ્યું છે કે ED, CBI અને આવકવેરા વિભાગને ભાજપના કાર્યકર ગણાવ્યાં છે. મહાવિકાસ અઘાડી સરકારને જનતાનું સમર્થન છે. ED, CBI અને ITના કાર્યકર્તાઓનો હાથ પકડીને મહારાષ્ટ્રમાં રાજનૈતિક ક્રાંતિ ન કરી શકાય. મહારાષ્ટ્રની માટી કંઇક અલગ છે, જનતા ધૂળ ચટાવી દેશે. 

 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Shiv Sena local body election ગ્રામ પંચાયત મહારાષ્ટ્રા શિવ સેના Maharashtra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ