બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મુંબઈ / Maharashtra Mumbai heavy rain alert by weather department gujarati news

આયા સાવન ઝૂમ કે / મુંબઈમાં આખું અઠવાડિયું ભારેથી અતિભારે વરસાદનું ઍલર્ટ, CMએ તાબડતોબ આપ્યા મોટા આદેશ

Dhruv

Last Updated: 11:15 AM, 5 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇમાં આખું અઠવાડિયું ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. CMએ કહ્યું 'પ્રશાસન સતર્ક રહે.'

  • આખું અઠવાડિયું મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી
  • અનેક વિસ્તારમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર
  • CM એકનાથ શિંદેનો પ્રશાસનને પણ સતર્ક રહેવા નિર્દેશ અપાયો

હવામાન વિભાગે દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આખું અઠવાડિયું મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, પુણે, બીડ, લાતૂર સબિત અનેક વિસ્તારમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જો કે, પરિસ્થિતિને પહોંચી વળવા અનેક જગ્યાએ NDRFની ટીમ તૈનાત કરી દેવાઇ છે. સાથે નવનિયુક્ત CM એકનાથ શિંદેએ પ્રશાસનને પણ સતર્ક રહેવાનો તેમજ સાવધાની રાખવાનો નિર્દેશ કર્યો છે. નદીઓના જળસ્તર પણ નજર રાખવાનું કહેવામાં આવ્યું છે.' ઉલ્લેખનીય છે કે, ગઈકાલે નવી મુંબઈ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો.

મુંબઇના સાંતાક્રૂઝમાં 40.4 મિમી વરસાદનો રેકોર્ડ તૂટ્યો

ઉલ્લેખનીય છે કે, મુંબઇમાં સોમવારના રોજ સાંજે મુશળધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઇ ગયા હતા. ગઇકાલે સવારના 8:30 વાગ્યાથી સાંજના 8:30 વાગ્યા સુધી કોલાબા ઓબ્ઝર્વેટરીએ 66.4 મિલીમીટર વરસાદ નોંધ્યો, જ્યારે સાંતાક્રૂઝમાં 40.4 મિમી વરસાદનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

આ સાથે નજીકના ઠાણે અન નવી મુંબઇમાં પણ થોડા સમય માટે ભારે વરસાદ વરસ્યો હતો. રાત્રે પણ વરસાદ શરૂ જ રહ્યો. સવારે જ્યારે લોકો સૂઇને જાગ્યા ત્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

સોમવારના રોજ વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં પણ વધારો

ચોમાસાના વરસાદના કારણે હાલમાં નદીઓના જળસ્તર વધવાનો પણ ખતરો ઊભો થઇ રહ્યો છે. સોમવારના રોજ મુંબઇમાં પાણીને સપ્લાય કરનારી નદીઓમાં પાણીનું સ્તર વધીને 13 ટકા થઇ ગયું, જે વિકેન્ડ પર 11 ટકા હતું. અધિકારીઓએ એવી આશંકા વ્યક્ત કરી છે કે, જેમાં હજુ વધારો થઇ શકે છે. દર ચોમાસાની ઋતુમાં મુંબઇના અનેક વિસ્તારોમાં પૂર જેવી હાલત થતી જોવા મળતી હોય છે. એવામાં લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બની જતું હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ