બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / maharashtra mumbai fire breaks out in ng royal park area in kanjurmarg

Mumbai Fire VIDEO / મુંબઇના કાંજુરમાર્ગમાં આવેલી ઇમારતમાં ભીષણ આગ, 10થી વધુ ફાયર ગાડીઓ ઘટનાસ્થળે

Dhruv

Last Updated: 04:25 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના મુંબઇના કાંજુરમાર્ગ વિસ્તારમાં આવેલી એક બિલ્ડિંગમાં ગંભીર આગ લાગ્યાની ઘટના સામે આવી છે. એનજી રોયલ પાર્ક (NG Royal Park Fire) વિસ્તારમાં લેવલ 2ની આગ લાગી છે. જો કે, આ ઘટનાની જાણકારી મળતા જ ફાયરબ્રિગેડની 10થી વધારે ગાડીઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, હાલમાં ફાયર ફાઇટિંગ ઓપરેશન શરૂ છે.

  • મુંબઇમાં ફરી એક બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ
  • લેવલ 2ની આગ લાગતા ફાયરની 10થી વધારે ગાડીઓ ઘટનાસ્થળે
  • અગાઉ પણ સામે આવી ચૂકી છે આગની અનેક ઘટનાઓ

તમને જણાવી દઇએ કે, આ અગાઉ હજુ થોડાંક દિવસો પહેલાં જ મુંબઇના જ કાંજુરમાર્ગ વિસ્તારમાં ઘાસના મેદાનમાં પણ આગ લાગી હતી. જ્યાં કાંજુરમાર્ગ મેટ્રો કાર ડેપોમાં ઉપલબ્ધ સૂકા ઘાસમાં ભીષણ આગ લાગી હતી. આ આગ લાગ્યા બાદ નીકળતો ધુમાડો અનેક કિલોમીટર દૂરથી જોઇ શકાતો હતો. કારણ કે આગ હંમેશા સૂકા ઘાસમાં વધારે તેજીથી ફેલાતી હોય છે. આ સાથે આ ભીષણ આગના કારણે સમગ્ર વિસ્તારમાં કાળો-કાળો ધુમાડો પ્રસરાઇ ગયો હતો.

 

20 માળની બિલ્ડિંગમાં આગ લાગવાથી 7નાં મોત

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં મુંબઇના તાડદેવમાં ભાટિયા હોસ્પિટલ પાસે 20 માળની કમલા બિલ્ડિંગમાં લેવલ 3ની આગ હતી. ફાયરબ્રિગેડની 13 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. BMC એ જાણકારી આપી હતી કે, 7 લોકોના મોત થઇ ગયા હતાં. જેમાંથી 4 લોકોને નાયર હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતાં. અહીંયા 2 લોકોને મૃત જાહેર કરાયા હતાં. જ્યાં 15 લોકોને ભાટિયા હોસ્પિટલ લઇ જવાયા હતાં.

તો બીજી બાજુ વર્લી વિસ્તારમાં પણ એક ચાલીમાં ગેસ સિલિન્ડર ફાટ્યા બાદ આગ લાગવાની ઘટનામાં એક પરિવારના ત્રણ લોકોએ દમ તોડ્યા બાદ દુર્ઘટનામાં બચેલ એક 6 વર્ષના બાળકને શિવસેનાએ દત્તક લીધું હતું. મુંબઇની મેયર કિશોરી પેડનેકરે જણાવ્યું કે, તેઓ પુણેમાં પોતાના નાનાની સાથે રહેશે. મેયરે કહ્યું કે, 6 વર્ષના બાળકોના અભ્યાસનો ખર્ચ શિવસેના ઉઠાવશે. આ સાથે જ બાળક માટે રૂપિયા 15 લાખની આર્થિક સહાયતા પણ કરાઇ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ