ભવ્ય સમારોહ / મહારાષ્ટ્રની ગાદી પર આજે સાંજે ઉદ્ધવ ઠાકરેનું ‘રાજતિલક’: શિવાજી પાર્કમાં ભવ્ય તૈયારી

Maharashtra CM Uddhav Thackeray Shivaji Park

મહારાષ્ટ્રની રાજનીતિનો આજે ઐતિહાસિક દિવસ છે. મહારાષ્ટ્રમાં પહેલી વખત ઠાકરે પરિવારમાંથી કોઈ મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યું છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે સાંજના ૬.૪૦ વાગ્યે મુંબઈના શિવાજી પાર્કમાં ભવ્ય સમારોહમાં શપથ લેશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઉદ્ધવ ઠાકરેની સાથે શિવસેના-એનસીપી અને કોંગ્રેસ ત્રણેય પક્ષના બે-બે નેતા પણ શપથ લઈ શકે છે. બીજી તરફ એનસીપીના વરિષ્ઠ નેતા જયંત પાટીલ, છગન ભુજબળ અથવા અજિત પવાર પણ શપથ લઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ