બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / maharashtra 2 days weekend lockdown here all you need to know

LockDown / મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર વચ્ચે આજથી 2 દિવસનું વીકેન્ડ લોકડાઉન, જાણો કઈ સુવિધાઓ રહેશે ચાલુ અને કઈ રહેશે બંધ

Bhushita

Last Updated: 07:21 AM, 10 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં વીકેન્ડ લોકડાઉન શુક્રવાર રાતના 8 વાગ્યાથી સોમવાર સવારે 7 વાગ્યા સુધી રહેશે. જેમાં કેટલીક ખાસ સેવાઓ નિયમો અનુસાર ચાલુ રહેશે.

  • મહારાષ્ટ્રમાં 2 દિવસનું વીકેન્ડ લોકડાઉન
  • વીકેન્ડ લોકડાઉન શુક્રવાર રાતના 8 વાગ્યાથી સોમવાર સવારે 7 વાગ્યા સુધી 
  • જાણો કઈ સુવિધાઓ રહેશે ચાલુ અને કઈ રહેશે બંધ 

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ મહામારી લોકોને ડરાવી રહી છે. આ સમયે બેકાબૂ સંક્રમણ પર લગામ લગાવવા ઉદ્ધવ સરકારે રાજ્યના કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગૂ કર્યો છે તો સાથે પૂરા રાજ્યમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત પણ કરી છે.  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રવિવારે મંત્રિમંડળની બેઠક બોલાવી હતી. ત્યાર બાદ શુક્રવારે રાતથી 30 એપ્રિલ સુધી સપ્તાહનું અંત સુધી લોકડાઉન અને અનેક સખત નિયમોની પાબંધીની જાહેરાત કરી હતી. વીકેન્ડ લોકડાઉન શુક્રવાર રાતના 8 વાગ્યાથી સોમવાર સવારે 7 વાગ્યા સુધી રહેશે. જેમાં કેટલીક ખાસ સેવાઓ નિયમો અનુસાર ચાલુ રહેશે. 

શનિવાર અને રવિવારે લોકડાઉનનો લેવાયો નિર્ણય

બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ પ્રદેશમાં સંપૂર્ણ લોકડાઉન પર ભાર મૂક્યો હતો. જો કે મંત્રિમંડળે તેનો ઈન્કાર કર્યો હતો. આ પછી નિર્ણય લેવાયો કે શનિવાર અને રવિવારે લોકડાઉન લગાવાશે. જ્યારે વીકેન્ડ લોકડાઉનને લઈને લોકોના મનમાં અનેક પ્રશ્નો છે કે 2 દિવસમાં કઈ સેવાઓ પર પાબંધી રહેશે અને કઈ ચીજોની છૂટ રહેશે. તો જાણો તમામ વાતો. 

વીકેન્ડ લોકડાઉનમાં  જાણો કઈ સુવિધાઓ રહેશે ચાલુ અને કઈ રહેશે બંધ

ફિલ્મોનું શૂટિંગ રોકવામાં આવશે નહીં પણ થિએટર, રેસ્ટોરન્ટ, મોલ અને બાર સંપૂર્ણ બંધ રહેશે. 
ગાર્ડન અને પ્લે ગ્રાઉન્ડ બંધ રહેશે. ફક્ત અતિ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
જે ફિલ્મો અને સીરિયલના શૂટિંગમાં આર્ટિસ્ટ અને કર્મચારીની જરૂર હશે તેમને શૂટિંગની પરમિશન મળશે નહીં.
ઈન્ડસ્ટ્રી અને પ્રોડક્શન સેક્ટર, શાક માર્કેટ એસઓપી અનુસાર કામ કરશે. 


કન્સ્ટ્રક્શનના સામાન વેચનારી દુકાનો બંધ રહેશે.  આ સાથે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામદારોને રહેવાની સુવિધા અપાશે. 
દરેક ડીમાર્ટ, બિગ બજાર, રિલાયન્સ માર્કેટ અને અન્ય સુપર માર્કેટ ખુલ્લા રહેશે અને જરૂરી સામાન સવારે 7થી રાતના 8 વાગ્યા સુધી વેચી શકશે. 
એપીએમસી માર્કેટમાં પણ જરૂરી સામાન વેચી શકાશે.
વાહનોના રિપેરિંગના ગેરેજ ખુલ્લા રહેશે. કોરોના નિયમના આધારે કામ ચાલુ રહેશે. પણ દુકાનો બંધ રહેશે. 
લોકો શરાબ ખરીદી શકે છે અને હોમ ડિલિવરી મંગાવી શકે છે પણ દુકાન પર બેસીને પી શકશે નહીં. 
રોડ સાઈડના ઢાબા ખુલ્લા રાખી શકાશે પણ ખાવાનું વેચી શકાશે. ત્યાં બેસીને તમે ખાઈ શકશો નહીં.
વીકેન્ડ લોકડાઉનના સમયે ઈલેક્ટ્રોનિક હોમ એપ્લાયન્સીસની દુકાનો બંધ રહેશે.
ટેલિકમ્યુનિકેશન સેવાઓની દરેક દુકાનો બંધ રહેશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Closed Maharashtra Rules open weekend LOCKDOWN કોરોના ચાલુ નિયમ બંધ મહારાષ્ટ્ર વીકેન્ડ લોકડાઉન સેવાઓ weekend lockdown
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ