ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીનું પેપરલીક થયાનો દાવો થતા સત્તાધીશો હરકતમાં આવ્યા છે અને પેપર લીક મામલાને લઈ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે
મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીનું પેપરલીક
B.Comના છઠ્ઠા સેમેસ્ટરનું પેપરલીક
ભાવનગર યુનિવર્સિટીએ પોલીસમાં આપી અરજી
ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીમાં ચાલતી પરિક્ષાઓમાં ગત શનિવારે બપોરે એક પેપર લીક થયાનો દાવો થતા સત્તાધીશો હરકતમાં આવ્યા છે. હવે આ મામલો પોલીસ મથક સુધી પહોંચી ગયો છે. ભાવનગર યુનિવર્સીટીમાં શનિવારે બપોરે 3 વાગે બી કોમનું સેમેસ્ટર-6નું પેપર હતું. જે પેપર થોડા સમય પહેલા જ મોબાઈલમાં વાયરલ થયો છે તેવો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યું ટ્વીટ
વિદ્યાર્થી નેતા યુવારાજસિહ વોટ્સએપના સ્ક્રીન શોટ લઇને પોતે ટ્વીટ કર્યું હતું. આ પેપર લીકના મામલે યુનિવર્સિટીનું તંત્ર હવે જાગ્યું છે અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને અરજી આપી તપાસની માંગ કરી છે. તેમજ સત્તાધીશો દ્વારા 3 સભ્યોની કમિટી બનાવી છે આ કમિટીમાં રજીસ્ટાર અને 2 ઈસી સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી જે 10 દિવસમાં અહેવાલ ઉપકુલપતિને રજૂ કરશે. આ ઉપરાંત યુનિવર્સિટીના સંચાલકોએ 14 સેન્ટરો કે, જ્યાં પરીક્ષા લેવાય છે ત્યાંના સીસી ટીવી ફૂટેજ પણ પોલીસને આપ્યા છે.
#MKBU (મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.) ની પરીક્ષા હતી જેમાં FINANCE & ACCOUNTS-XII(MANEGEMENT ACCOUNTING-||) નું પેપર હતું.
સમય -૩:૩૦ થી ૬:૦૦
જાગૃત વિદ્યાર્થી દ્વારા મળતી માહિતી પ્રમાણે પેપર શરૂ થયા #અગાઉ પેપર વિવિધ વોટ્સ એપ નંબરો ઉપર વાઇરલ હતું.
કુલ 2700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી
ભાવનગર યુનિવર્સિટીની આ પરીક્ષામાં કુલ 2700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાં બોટાદ કેન્દ્રનો પણ સમાવેશ થાય છે. પોલીસે હવે તપાસ હાથ ધરી છે. બીજી બાજુ એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા આ મામલે પરીક્ષા નિયામકને આવેદનપત્રો આપીને પેપર લીક કરનારા સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે તેમજ એનએસયુઆઈએ આ પરીક્ષા રદ કરવા પણ માંગ કરી છે. સમગ્ર મામલો યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવું છે કે, હવે સમગ્ર મામલો પોલીસને સોંપી દેવાયો છે અને પોલીસ આગળની તપાસ હાથ ધરશે