મહામંથન / બિન સચિવાલયની ભરતી કેમ રદ કરવી પડી ?

દાવો કરાય છે કે રાજ્ય સરકાર યુવાઓને રોજગાર મળે તે માટે ખૂબ જ જાગૃત છે. પરંતુ શું એવું છે ખરું? આવું પુછવાની ફરજ આજે એટલા માટે પડી કેમ કે ફરી એકવાર રાજ્યમાં કસોટીની જ કસોટી થવા જઈ રહી છે. ફરી એકવાર લાખો યુવાનોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે,ફરી એકવાર લાખો યુવાઓના સપના રોડાયા છે..કારણ માત્ર એટલું જ છે કે પરીક્ષા બોર્ડે કરેલી નાનકડી ભૂલ. આ ભૂલ છે આમ તો નાનકડી પરંતુ તેના પરિણામ ઘણા જ મોટા છે. પરીક્ષા બોર્ડની એક ભૂલને કારણે હવે ધોરણ 12 પાસના વિદ્યાર્થીઓ પરીક્ષામાં નહીં બેસી શકે. જો કે આ ધ્યાન બોર્ડે પહેલેથી જ એટલે કે પરીક્ષાની જાહેરાત સમયે જ રાખવા જેવું હતું..પરંતુ 2014માં બદલાયેલા નિયમોને ધ્યાને લીધા વગર જ પરીક્ષાની જાહેરાત બહાર પાડી દેવાઈ અને તેમાં સ્નાતકની જગ્યાએ 12 પાસ શૈક્ષણિક લાયકાત રખાઈ. સમય જતા જ્યારે ભૂલનું ભાન થયું ત્યારે અચાનક જ પરીક્ષા રદ કરી દેવાઈ. ત્યારે અહીં સવાલ એ છે કે ક્યાં સુધી આવી ભૂલનો ભોગ વિદ્યાર્થીઓ બનતા રહેશે? ક્યાં સુધી અધિકારીઓના વાંકે જનતાના પૈસાનું પાણી થતું રહેશે? ક્યાં સુધી વિદ્યાર્થીના સપના રોળાતા રહેશે? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ