બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Mahakal Mandir Dance Viral Video two women security personnel dance

અશોભનીય કૃત્ય / VIDEO : મહાકાળ દરબારમાં ભાન ભૂલી બે મહિલા, ગર્ભગૃહમાં કર્યું એવું કે મચી બબાલ, બીજી વાર બન્યું

Hiralal

Last Updated: 09:35 PM, 4 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશના ઉજ્જન સ્થિત ભગવાન મહાકાલેશ્વર મંદિરમાં બે મહિલા સુરક્ષા કર્મીઓના ડાન્સનો વીડિયો વાયરલ થતા બબાલ મચી છે.

  • એમપીના ઉજ્જેન સ્થિત મહાકાલેશ્વર મંદિરની પવિત્રતા લોપાઈ
  • બે મહિલા સુરક્ષા કર્મીઓએ ફિલ્મી ગીતો પર કર્યો ડાન્સ
  • અપલોડ થતાં જ વાયરલ થયો વીડિયો 
  • હોબાળો મચતાં કંપનીએ બન્ને યુવતીઓને કાઢી મૂકી 

નૃત્ય સારી વાત છે પરંતુ તે કોઈની પવિત્રતાનો ભંગ કરતું કે કોઈની આમાન્યા જાળવતું ન હોય તેવું ન હોવું જોઈએ. મધ્યપ્રદેશના ઉજ્જન સ્થિત ભગવાન મહાકાલેશ્વર મંદિર મુખ્ય જ્યોર્તિલિંગ છે અને તેની પવિત્રતા અને શાંતિ જાળવવી ખૂબ જરુરી છે. કોઈ મંદિરમાં આવીને અણછાજતું વર્તન ન કરી શકે. મંદિર પરિસરની સુરક્ષા સંભાળી રહેલી બે મહિલા સુરક્ષાકર્મીઓએ ભગવાન મહાકાલેશ્વરની પવિત્રતાનો ભંગ કરતું એક કામ કરી નાખ્યું જેને કારણે મોટો વિવાદ થયો છે. 

મંદિરમાં બે યુવતીઓ નાચી ઉઠી
બે યુવતીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો મંદિર પરિસરની અંદર બનાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં બે મહિલાઓ એક ફિલ્મી ગીત પર વીડિયો બનાવી રહી છે. જાણકારી અનુસાર બંને મહિલાઓ મંદિરની સિક્યોરિટી સ્ટાફ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બંને મહિલાઓ એક ખાનગી સિક્યુરિટી કંપનીની છે. જેણે 2 વીડિયો બનાવ્યા હતા.

પૂજારીએ વાંધો ઉઠાવ્યો 
આ પહેલા મહાકાલ મંદિરના ગર્ભગૃહની અંદર એક યુવતીનો ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હોતો જે પછી પૂજારીઓએ મોટો વાંધો ઉઠાવ્યો હતો. પૂજારીઓએ જણાવ્યું કે, મંદિરની અંદર આવા વીડિયો બનાવવાના કિસ્સા વારંવાર સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આવી પોસ્ટ પોસ્ટ કરવાથી મહાકાલ મંદિરની છબી ખરડાય છે. આવા વીડિયો સામે પૂજારીઓએ ફરિયાદ પણ નોંધાવી હતી અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. એક તરફ મંદિરની સુરક્ષા માટે અનેક વ્યવસ્થા કરવામાં આવી છે, તો બીજી તરફ સુરક્ષાકર્મીઓના કારણે સુરક્ષાને લઇને અનેક સવાલો ઉઠી રહ્યા છે.

બન્ને છોકરીઓની નોકરી ગઈ 
ઉજ્જૈનની રહેવાસી વર્ષા નવરંગ અને પૂનમ સેને શ્રીમહાકાલેશ્વર મંદિરની સુરક્ષા વ્યવસ્થામાં રોકાયેલી બે છોકરીઓ છે. રવિવારે તેમણે મંદિર પરિસરમાં જીના તુઝકો આયા હી નહીં, અને પ્યાર  વ્યાર કરતે કરતે તુમ પે મરતે મરતે ગીત પર વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો જે જોતજોતામાં વાયરલ થયો હતો. આ મુદ્દે મોટો હોબાળો મચતાં રક્ષા એજન્સીએ બંનેને કામ પરથી કાઢી મૂક્યા છે.આ મામલે મંદિર પ્રશાસને કોન્ટ્રાક્ટ કંપનીને સૂચના આપી છે. વીડિયો વાયરલ થયા બાદ અને મંદિર મેનેજમેન્ટ કમિટીની સૂચનાથી એજન્સીએ બંને મહિલા કર્મચારીઓની સેવાઓ સમાપ્ત કરી દીધી હતી. મંદિરમાં કામ કરતા સુરક્ષાકર્મીઓને એન્ડ્રોઈડ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તેમને ફક્ત કી-પેઇડ મોબાઇલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ