mahakal lok will be a mixture of spirituality,technology & great architecture
Photos /
અત્યંત સુંદર અને ભવ્યાતિભવ્ય છે ઉજ્જૈનનું મહાકાલ લોક, આ દ્રશ્યો જોઈ આભા બની જશો
Team VTV06:32 PM, 11 Oct 22
| Updated: 06:34 PM, 11 Oct 22
મધ્યપ્રદેશ સ્થિત ઉજ્જૈનનું 20 હેક્ટર મોટું મહાપ્રસિદ્ધ મહાકાલ કોરિડોર તૈયાર થઇ ચૂક્યું છે. મહાકાલ મંદિર કોરિડોરનાં પ્રથમ ચરણ એટલે કે શ્રી મહાકાલ લોક ફેઝ એકનું ઉદગાટ્ન આજે નરેન્દ્ર મોદીના હસ્તે થશે.
20 હેક્ટર મોટું મહાપ્રસિદ્ધ મહાકાલ કોરિડોર તૈયાર
આશરે 200 જેટલી મૂર્તિઓ અને 108 જેટલા સ્તંભો કંડારાયા
750 કરોડનાં ખર્ચે બન્યું છે આ મંદિર
ઉજ્જૈન: ઉત્તરપ્રદેશનાં કાશી વિશ્વનાથ કોરિડોરથી ચારગણું મોટું સુપ્રસિદ્ધ મધ્યપ્રદેશ ઉજ્જૈનનું મહાકાલ કોરિડોર તૈયાર થઇ ચૂક્યું છે. મહાકાલ લોકમાં ભગવાન શિવ અને તેમના સમગ્ર પરિવારની પ્રતિમાઓને સ્થાપિત કરવામાં આવી છે. અહીં ભગવાન શિવની લીલાઓ વર્ણવતી નાની-મોટી આશરે 200 જેટલી મૂર્તિઓ કંડારાઇ છે. ભગવાન શિવે કઇ રીતે રાક્ષસ ત્રિપુરાસુરનો વધ કર્યો હતો તે કહાણીનું પણ વર્ણન કરતી મોટી મૂર્તિ કંડારાયેલ છે.
મહાકાલ લોકમાં 108 સ્તંભ છે
મહાકાલ લોકમાં આશરે 108 જેટલા વિશાલ સ્તંભ બનાવવામાં આવ્યાં છે. તેના પર મહાદેવ, પાર્વતી સહિત તેમના સમગ્ર પરિવારના ચિત્ર કંડારાયા છે. આ ચિત્રો તદન મૂર્તિઓ જેવી જ છે જેમાં શિવ, પાર્વતી, ગણેશ અને કાર્તિકેયની જીવનલીલાઓનું વર્ણન છે.
આધ્યાત્મ અને આધુનિકતાનું સમન્વય
મહાકાલની આ નગરીમાં આધ્યાત્મ અને આધુનિકતાનું અદભૂત મિશ્રણ જોવા મળે છે. અહીં દરેક મૂર્તિની સામે એક બારકોડ લગાવવામાં આવ્યો છે જેને સ્કેન કરતાંની સાથે જ ભગવાન શિવની દર્શાવેલી મૂર્તિનું સંપૂર્ણ વર્ણન અને તેની પાછળ રહેલી કથાની જાણકારી તમારા મોબાઇલનાં સ્ક્રીન પર દેખાઇ આવે છે. આ ટેકનોલોજી મૂકવાનો મુખ્ય ઉદેશ્ય નવી પેઢીને પ્રાચીન કથાઓ અને ઇતિહાસની જાણકારી આપવાનો છે.
Glimpses of the Shri Mahakal Lok in Ujjain which will be dedicated to the nation by PM @narendramodi today.
750 કરોડનાં ખર્ચે બન્યું છે આ મંદિર
મહાકાલ મંદિરનાં નિર્માણનો ખર્ચ આશરે 750 કરોડ રૂપિયા જેટલો થયો છે. આ અંતર્ગત પહેલા ચરણમાં મહાકાલ પથનું કામ પૂરું થઇ ચૂક્યું છે, જેથી ભક્તો અહીં આવીને દર્શન કરી શકે. અહીં આવેલ 108 સ્તંભોમાં શિવના આનંદ તાંડવ, શિવ સ્તંભ, ભવ્ય પ્રવેશ દ્વાર પર વિરાજીત નંદીજીની વિશાળ મૂર્તિઓનો સમાવેશ થાય છે.
In a historic moment for all the devotees, Hon’ble PM Shri @narendramodi Ji would be dedicating to the Nation; the magnificent & majestic 'Shri Mahakal Lok' corridor, built around the holy Mahakaleshwar Temple in Ujjain; Madhya Pradesh.
Jai Shri Mahakaal 🙏
Har Har Mahadev 🚩 pic.twitter.com/JLbiAESa9v
— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) October 11, 2022
સ્તંભો સાથે દ્વારો પણ છે આકર્ષણનું કેન્દ્ર
910 મીટરનો આ મહાકાલ મંદિર આ કુલ 108 સ્તંભો પર ટકેલો છે. મંદિરની ગલીઓ સાથે તેના દ્વારો પણ અતિ ભવ્યશાળી છે. આ ભવ્ય દ્વારો લોકોના આકર્ષણનું એક કારણ બની શકે તેટલા અદભૂત છે.