બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mahaarti at Chachar Chowk of Banaskantha Ambaji Temple

એ...હાલો / બે વર્ષ બાદ ચાચર ચોકમાં જામી ગરબાની રમઝટ, 1111 દીવડાની મહાઆરતીથી આસ્થાના મહાપર્વની શરૂઆત

Malay

Last Updated: 11:44 AM, 27 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી મંદિરમાં નવરાત્રીના પ્રથમ દિવસે આદિવાસી કન્યાઓ દ્વારા માતાજીની 1111 દીવાડાની મહાઆરતી કરવામાં આવી હતી, જે બાદ 2 વર્ષ બાદ માં અંબાનો ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાયો હતો.

  • બનાસકાંઠા અંબાજી મંદિરના ચાચર ચોકમાં મહાઆરતી 
  • 1111 દીવડાની મહાઆરતીથી નવરાત્રીની શરૂઆત કરાઈ
  • 2 વર્ષ બાદ માં અંબાનો ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાયો

માતાજીના આરાધનાના મહાપર્વની શરૂઆત થઈ ચૂકી છે. નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલે પ્રથમ નોરતે બપોર પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી ઝાંપટા પડ્યા હતા. જેના કારણે ગરબારસિકો અને આયોજકોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. જોકે, થોડીવારમાં વરસાદ બંધ રહી જતા રાત્રે ખેલૈયાઓએ ગરબે ઘૂમી મન ભરી ગરબાનો આનંદ માણ્યો હતો. તો બે વર્ષ બાદ માં અંબાનો ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાયો હતો.

અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું
ગઈકાલે એટલે કે પહેલા નોરતે બનાસકાંઠા સ્થિત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તો માતાજીના ચરણોમાં શીશ નમાવવા અહીં પહોંચી ગયા હતા. માં અંબાનું મંદિર બોલ માડી અંબે, જય જય અંબે… ના નાદથી ગુંજી ઉઠ્યો હતો. આજે પણ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે.

માતાજીની 1111 દીવાડાની મહાઆરતી કરાઈ
નવરાત્રીના પ્રથમ દિવસે માતજીના મંદિરમાં વૈદિક મંત્રો સાથે ઘટ સ્થાપના વિધિ કરી જવેરા વાવવામાં આવ્યા હતા. જે બાદ માં અંબાની મહાઆરતી કરવામાં આવી હતી. આદિવાસી કન્યાઓ દ્વારા માતાજીની 1111 દીવાડાની મહાઆરતી કરવામાં આવી હતી.

 

ચાચર ચોકમાં જામી ગરબાની રમઝટ
જે બાદ ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. ભક્તો મન મૂકીને માં અંબાના પ્રાગણમાં ગરબે રમ્યા હતા. 2 વર્ષ બાદ માં અંબાનો ચાચર ચોક ખેલૈયાઓથી ઉભરાયો હતો. પહેલા નોરતે ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. ખેલૈયાઓ મન મૂકીને માંના પ્રાગણે ચાચર ચોકમાં ગરબાનો આનંદ મેળવ્યો હતો. માં અંબાના પ્રાગણે ચાચર ચોકમાં  અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને નવયુવક પ્રગતિમંડલ અંબાજી દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple Chachar Chowk Mahaarti અંબાજી અંબાજી મંદિરમાં ગરબાની રમઝટ નવરાત્રી 2022 navratri 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ