Team VTV08:29 PM, 07 Oct 21
| Updated: 08:30 PM, 07 Oct 21
જાપાનમાં ફરી એકવખત મોટા ભૂકંપથી ખળભળાટ મચ્યો છે.
જાપાનમાં ફરી એકવખત મોટો ભૂકંપ
ટોક્યોમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ
જાનહાનીના કોઈ અહેવાલ નહીં
મળતી વિગચો પ્રમાણે, જાપાનની રાજધાની ટોક્યો 6.1ના ભૂકંપથી હચમચી ઉઠ્યું હતું. અચાનક આવેલ ભયાનક ભૂકંપને પગલે સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, ભયાનક ભૂકંપને કારણો કોઈ મોટી નુકસાનીના અહેવાલો મળ્યા નથી.
આપને જણાવી દઇએ કે, આ પહેલા 4 ઓગસ્ટ 2021ના રોજના ટોક્યોના તટ પર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6 માપવામાં આવી હતી. જાપાનમાં ભૂકંપના ઝટકા છાશવારે અનુભવાતા રહે છે, માટે અહીંના મકાનોની ડિઝાઈન જ એ પ્રકારે તૈયાર કરવામાં આવે છે કે, મોટાપાયે કોઈ હોનારત ન સર્જાય