બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / luteri dulhan run away after 15 days of marriage

લૂટેરી દુલ્હન / લગ્નના 10 જ દિવસમાં રૂપિયા અને ઘરેણાં લઈને રફ્ફુચક્કર થઈ ગઈ, કોલ કરી પતિને જણાવ્યું આ મારા 10માં લગ્ન હતાં

Pravin

Last Updated: 06:43 PM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ગત મહિને એક દુલ્હન ફરાર થવાનો બીજો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં એક દુલ્હન લગ્નના 10 જ દિવસમાં ઘરેણાં અને રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી.

  • રાજસ્થાનનો યુવક લૂટેરી દુલ્હનનો શિકાર થયો
  • લગ્નના 10 જ દિવસમાં અસલી રૂપ બતાવી દીધું
  • રૂપિયા અને ઘરેણાં લઈ રફ્ફુચક્કર થઈ ગઈ

રાજસ્થાનના બાડમેર જિલ્લામાં ગત મહિને એક દુલ્હન ફરાર થવાનો બીજો મામલો સામે આવ્યો છે. તાજેતરમાં એક દુલ્હન લગ્નના 10 જ દિવસમાં ઘરેણાં અને રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. એટલું જ નહીં પતિ સાથે ફોન પર વાત કરીને તેણે જણાવ્યું હતું કે, તે પહેલાથી જ પરણેલી છે. અને તેને એક બાળક પણ છે. એટલું જ નહીં મહિલાએ જણાવ્યું કે, આ તેના દશમા લગ્ન છે. ભાગ્યા બાદ તેણે બીજા એક લગ્ન કરી લીધા. આ મામલાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં પણ નોંધાઈ છે. પોલીસ હાલમાં લૂટેરી દુલ્હન અને દલાલોના તપાસ કરી રહી છે. 

અમદાવાદના બે દલાલોએ ભોળવ્યો

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, બાયતુ ભીમડા નિવાસી મેહારામે પોલીસને જણાવ્યું હતું કે, પડોશી જોગીરામે તેના લગ્ન કરાવવા માટે અમદાવાદના બે દલાલ કાંતિભાઈ અને અમિત ભાઈ સાથે સંપર્ક કરાવ્યો હતો. મેહરામના જણાવ્યા અનુસાર દલાલોએ મમતા નામની છોકરી સાથે તેને વીડિયો કોલ પર વાત કરાવી, છોકરીએ લગ્ન માટે હા પાડી દીધી. મેહારામે પોલીસને જણાવ્યું કે, લગ્ન માટે જોગારામ અને દલાલોએ 3 લાખ રૂપિયા માગ્યા હતા.

દલાલોએ લીધા 3 લાખ રૂપિયા

એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પીડિતે પોલીસને જણાવ્યું કે દલાલો સાથે વાતચીત થતાં 24 નવેમ્બરને છોકરી લઈને બાડમેર પહોંચ્યા હતા. ત્યાર બાદ તેણે કોર્ટમાં મેહારામ સાથે તેના લ્ગન કરાવ્યા હતા. તેના માટે ફોર્મ ભરાવા સહિતની તમામ વિધિ પતાવી હતી. કોર્ટમાં લગ્ન માટે મેહારામે 3 લાખ રૂપિયા પણ આપ્યા. ત્યાર બાદ મેહારામ પોતાની નવી દુલ્હન લઈને ગામ પહોંત્યો. જ્યાં તેણે ગામમાં હિન્દુ રીતિરિવાજ મુજબ લગ્ન કર્યા. પીડિત મેહારામે જણાવ્યું કે, લગ્નના થોડા દિવસ બાદ તેની પત્ની ગામડે જવાની વાત કહેવા લાગી.

બહાનું બનાવીને ભાગી ગઈ 

દુલ્હને પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું કહીને પોતાના એક સંબંધીના ખાતામાં 40 હજાર રૂપિયા પણ નખાવ્યા. મેહરામના જણાવ્યા અનુસાર તે ડિસેમ્બરમાં મજૂરી કરવા માટે બહાર ગયો હતો. ત્યાર બાદ દુલ્હને બે તોલા સોનું અને 50 તોલા ચાંદીના ધરેણાં સાથે 50 હજાર રૂપિયા લઈને ફરાર થઈ ગઈ હતી. પીડિતે પોલીસને જણાવ્યું કે,  તે પાછો આવ્યો અને દુલ્હન સાથે વાત કરી તો તેણે માતાની તબિયત ખરાબ હોવાનું કહી 15-20 દિવસમાં આવવાનું કહ્યું.

સંકળાયેલા મુદ્દાઓ

Rajasthan ahmedabad badmer luteri dulhan અમદાવાદ દુલ્હન બાડમેર રાજસ્થાન લૂટેરી દુલ્હન rajasthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ