બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Lust Stories 2 Teaser released Actress Neena Gupta's dialogue sensation Kajol Tamannaah Bhatia Mrinal Thakur

લસ્ટ સ્ટોરીઝ 2 / 'જે કરીને તું જન્મ્યો છે તે બકવાસ છે' Lust Stories 2નું ટીઝર રિલીઝ, ડાયલોગ બાજીએ મચાવી ખલબલી

Pravin Joshi

Last Updated: 11:17 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લસ્ટ સ્ટોરીઝ 2 નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં અભિનેત્રી નીના ગુપ્તાના સંવાદે ધૂમ મચાવી છે. આમાં કાજોલ, તમન્ના ભાટિયા, મૃણાલ ઠાકુર પણ જોવા મળશે.

  • Netflixએ 'લસ્ટ સ્ટોરીઝ 2'નું ટીઝર રિલીઝ કર્યું 
  • કાજોલ, તમન્ના ભાટિયા, નીના ગુપ્તા જોવા મળશે
  • ટીઝરમાં અભિનેત્રી નીના ગુપ્તાના સંવાદે ધૂમ મચાવી 

Netflixએ 'લસ્ટ સ્ટોરીઝ 2'નું ટીઝર રિલીઝ કર્યું છે. આમાં તમને કાજોલ, તમન્ના ભાટિયા, વિજય વર્મા, નીના ગુપ્તા, અંગદ બેદી, કુમુદ મિશ્રા, મૃણાલ ઠાકુર જેવા સ્ટાર્સ જોવા મળશે. 'લસ્ટ સ્ટોરીઝ 2'નું નિર્માણ આરએસવીપી અને ફ્લાઈંગ યુનિકોર્ન એન્ટરટેઈનમેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તે ચાર વાર્તાઓનો સંગ્રહ છે, જેનું નિર્દેશન અમિત રવિન્દ્રનાથ શર્મા, આર બાલ્કી, કોંકણા સેનશર્મા અને સુજોય ઘોષ દ્વારા કરવામાં આવ્યું છે.

'લસ્ટ સ્ટોરીઝ 2'નું ટીઝર રિલીઝ

57 સેકન્ડના આ ટીઝરમાં માત્ર નીના ગુપ્તાનો ડાયલોગ દર્શાવવામાં આવ્યો છે. નીના ગુપ્તા 'જો કરકે તુ પૈદા હુઆ વો બકવાસ હૈ' અને 'એક છોટી સી ગાડી લેને સે પહેલે ટેસ્ટ ડ્રાઈવ કરતે હો તો શાદી સે પહેલે નો ટેસ્ટ ડ્રાઈવ...' જેવા વિસ્ફોટક સંવાદો બોલતી જોવા મળે છે. ટીઝરમાં કાજોલ હસી રહી છે, તો તમન્ના ભાટિયા-વિજય વર્મા અને મૃણાલ ઠાકુર-અંગદ બેદી ડાન્સ કરતા જોવા મળે છે.

'લસ્ટ સ્ટોરીઝ'નો પહેલો ભાગ

'લસ્ટ સ્ટોરીઝ'નો પહેલો ભાગ વર્ષ 2018માં રિલીઝ થયો હતો, જેને ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સની બેસ્ટ ટીવી મૂવી/મિની-સિરીઝ અને બેસ્ટ ડ્રામા કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યો હતો. તેમાં વિકી કૌશલ, કિયારા અડવાણી, રાધિકા આપ્ટે, ​​ભૂમિ પેડનેકર, મનીષા કોઈરાલા જોવા મળી હતી. 'લસ્ટ સ્ટોરીઝ'નો પહેલો ભાગ કરણ જોહર, અનુરાગ કશ્યપ, ઝોયા અખ્તર અને દિબાકર બેનર્જીએ ડિરેક્ટ કર્યો હતો.

નિર્માતાઓએ શું કહ્યું

RSVP નિર્માતા રોની સ્ક્રુવાલાએ જણાવ્યું હતું કે, અમને એમી એવોર્ડ નોમિનેટેડ લસ્ટ સ્ટોરીઝ 2 નો બીજો ભાગ અમારા પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવામાં ગર્વ છે. Netflix અને Ashi Dua સાથે કામ કરવાથી ફરી એકવાર ફિલ્મ નિર્માણની પ્રક્રિયા સરળ બની. અમે ઈચ્છીએ છીએ કે દર્શકો વહેલી તકે ફિલ્મ જુએ. ફ્લાઈંગ યુનિકોર્ન એન્ટરટેઈનમેન્ટના સ્થાપક અને સીઈઓ આશી દુઆએ જણાવ્યું હતું કે, લસ્ટ સ્ટોરીની સફળતા પછી અમે લસ્ટ સ્ટોરી 2 લઈને આવી રહ્યા છીએ. અમે આ માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ