બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:42 PM, 6 November 2022
ADVERTISEMENT
ચંદ્ર ગ્રહણનુ સૂતક ક્યારથી થશે?
ગ્રહણ 6.19 વાગ્યે પૂર્ણ થઇ જશે. 6.19 થયા બાદ ઉપછાયા ચંદ્ર ગ્રહણ શરૂ થશે જે 7.26 સુધી રહેશે. ઉપછાયા ગ્રહણની ધાર્મિક માન્યતા હોતી નથી. ગ્રહણના કારણે દેવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમા સંબંધિત શુભ કામ માટે અમુક ખાસ વાતોનુ ધ્યાન રાખવુ પડશે.
ADVERTISEMENT
દેવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમા સાથે જોડાયેલા સારા કામ ક્યારે કરશો?
સૂતકના સંબંધમાં ઉજ્જૈનના જ્યોતિષાચાર્યનુ કહેવુ છે કે ચંદ્ર ગ્રહણનુ સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા સવારે 5.38 વાગ્યાથી શરૂ થશે. કાર્તિક પૂર્ણિમા 7 નવેમ્બરે સાંજે આશરે 4.40 વાગ્યે શરૂ થશે, જે આગામી દિવસે એટલેકે 8 નવેમ્બરની સાંજ સુધી રહેશે. જેથી બે દિવસ દેવ દિવાળી છે. 7 નવેમ્બરે સાંજે દીપદાન કરી શકો છો. જો 8 નવેમ્બરે દીપદાન કરવા માંગો છો તો ગ્રહણ પુરૂ થાય ત્યાં સુધી રાહ જોવી પડશે. 6.19 વાગ્યે ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરો અને પછી દીવા કરો. દાન-પુણ્ય બંને દિવસ કરી શકો છો. ભગવાન સત્યનારાયણની કથા કરવા માંગો છો તો 7 નવેમ્બરે કરી શકો છો.
દીપદાન કેવીરીતે કરશો?
સામાન્ય રીતે દીપદાન નદી કિનારે કરવામાં આવે છે. કેટલાંક લોકો દીવા પ્રગટાવીને નદીમાં પ્રવાહિત પણ કરે છે. જેને દીપદાન કહે છે. દીપદાન કરતા પહેલા દીવાની પૂજા કરવી જોઈએ અને પછી નદી કિનારે રાખો. જો ઘરમાં દીવો પ્રગટાવવા માંગો છો તો દીવો પ્રગટાવો, પૂજા કરો અને ઘરના આંગણામાં રાખો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.