બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Lucknow: UP Assembly decides to follow half glass water policy

પહેલ / સ્પીકરનો આદેશ, વિધાનસભામાં હવે દરેકને માત્ર અડધો ગ્લાસ પાણી આપો

vtvAdmin

Last Updated: 10:47 AM, 20 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પાણી બચાવવા માટે એક નવી પહેલની શરૂઆત કરવામાં આવી છે, જેના હેઠળ અહીંયા તમામને અડધો ગ્લાસ પાણી આપવામા આવશે.

વિધાનસભા અધ્યક્ષ હૃદય નારાયણ દીક્ષિતના નિર્દેશ પર પ્રમુખ સચિવ (વિધાનસભા) પ્રદીપ દુબેએ વિધાનસભા અને સચિવાલયમાં આ વ્યવસ્થાને તત્કાલિક પ્રભાવથી લાગૂ કરવાની વાત કરી છે. 

આદેશના જણાવ્યા પ્રમાણે પાણીથી સંપૂર્ણ ભરેલા ગ્લાસના પાણીનો પુરેપુરો ઉપયોગ થઈ શકતો નથી. શરૂઆત કે અંતમાં અડધો ગ્લાસ પાણી જ આપવામાં આવે. જરૂરિયાત પડવા પર ફરીથી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે. તેનાથી જળ સંરક્ષણમાં મદદ મળશે. અગાઉ લખનઉમાં જ કિંગ જોર્જ મેડિકલ કોલેજ(કેજેએમયુ)માં આ પહેલ શરૂ કરવામાં આવી હતી. 

વિધાનસભાના એક અધિકારીએ જણાવ્યું કે, ''તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' માં આમ લોકોને જળ સંરક્ષણની અપીલ કરી હતી. બાદમાં વિધાનસભા અધ્યક્ષે અડધો ગ્લાસ પાણી આપવાનો નિયમ બનાવ્યો છે.''

2030 સુધી જળ સંકટ વિકરાળ બનશે

અધિકારીએ જણાવ્યું કે, વર્ષ 2018માં નીતિ અયોગે કહ્યું હતું કે ભારત ઈતિહાસના સૌથી ભયાનક જળ સંકટનો સામનો કરી રહ્યું છે. 60 કરોડ જનતાને દરરોજ પાણીની સમસ્યાનો કરવો પડી રહ્યો છે. લગભગ 2 લાખ લોકો દર વર્ષે શુદ્ધ પાણી ન મળવાને કારણે મરી રહ્યાં છે. દેશના 75 % મકાનોમાં પાણીનો સપ્લાઈ નથી. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું હતું કે, ''2030 સુધીમાં પાણીની સમસ્યા વધુ વિકરાળ બનશે.''

સંકળાયેલા મુદ્દાઓ

national up જલ સંરક્ષણ વિધાનસભા Initiative
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ