બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / Lucknow There are constant speculations about Mahendra Singh Dhoni's retirement from IPL It is believed that this is the last IPL for the Chennai Super Kings captain

ગુડ ન્યૂઝ / IPLમાં હજુ આવતા વર્ષે પણ રમશે MS Dhoni! છેલ્લી સિઝનના સવાલ પર પોતે જ આપ્યો જવાબ, જુઓ શું કહ્યું

Pravin Joshi

Last Updated: 06:19 PM, 3 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni: મહેન્દ્ર સિંહ ધોની વિશે સતત એવી અટકળો ચાલી રહી છે કે IPL-2023 તેની છેલ્લી IPL હશે. ધોનીએ પોતે જ હવે આ મામલે પાતાના વિચાર રજૂ કરી દીધા છે.

  • મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃત્તિ અંગે સતત અટકળો 
  • ધોની આ તમામ અટકળો વચ્ચે પોતાનો વિચાર રજૂ કર્યો
  • ધોનીએ નિવૃત્તિ વિશે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી
  • IPLની આગામી સિઝનમાં પણ ધોની રમે તેવી શક્યતા

મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃત્તિ અંગે સતત અટકળો ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટનની આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. પરંતુ ધોનીએ હવે આ અંગે પોતાની વાત મૂકી છે. ધોનીએ કહ્યું કે તે નિવૃત્તિ વિશે શું વિચારી રહ્યો છે. ધોનીએ બુધવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ટોસ પર કહ્યું કે તેણે હજુ સુધી નક્કી નથી કર્યું કે આ તેની છેલ્લી IPL હશે. ટોસ સમયે ડેની મોરિસને તેને પૂછ્યું કે શું આ તેની છેલ્લી IPL છે તો ધોનીએ કહ્યું કે તમે આ નિર્ણય લીધો છે. ધોની આઈપીએલની શરૂઆત એટલે કે 2008થી ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તેની નિવૃત્તિ અંગે સતત અટકળો ચાલી રહી છે.

 

ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી. પરંતુ તે સતત IPL રમી રહ્યો છે. વર્ષ 2020માં પણ IPLમાં ટોસ વખતે ધોનીને નિવૃત્તિ અંગે સવાલ કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારે ધોનીએ કહ્યું હતું કે બિલકુલ નહીં. તે પછી પણ તે આઈપીએલ રમ્યો અને 2021માં ટીમને ચોથી આઈપીએલ જીતાડ્યો. આ વખતે પણ ધોનીએ કંઈક આવું જ કર્યું છે અને તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આગામી સિઝનમાં પણ ધોની દેખાઈ શકે છે.

ધોનીએ નિવૃત્તિ વિશે ફરી કહ્યું છે કે તેણે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી

ધોનીએ ગત સિઝનમાં નિવૃત્તિ વિશે પણ કહ્યું હતું કે જો તે ચેન્નાઈના પ્રશંસકોની સામે અલવિદા નહીં કહે તો તે ચાહકો માટે યોગ્ય રહેશે નહીં. આ પછી તે આ વર્ષે પણ મેદાનમાં આવ્યો હતો. હવે ધોનીએ નિવૃત્તિ વિશે ફરી કહ્યું છે કે તેણે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. એટલે કે તે આવતા વર્ષે પણ આઈપીએલમાં દેખાઈ શકે છે.

યુપીસીએનું સન્માન કર્યું હતું

આ મેચમાં ધોનીને ઉત્તર પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (UPCA) દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. ટોસ બાદ યુપીસીએના સભ્ય અને બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ મોમેન્ટમ જોઈને ધોનીનું અભિવાદન કર્યું હતું. ધોની પહેલીવાર IPL મેચ રમવા માટે લખનઉ આવ્યો છે. તે IPLના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક છે. તેણે ભારતને બે વખત વર્લ્ડ કપ પણ જીતાડ્યો છે. ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં T20 વર્લ્ડ કપ અને 2011માં ODI વર્લ્ડ કપ જીત્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ