સરકારે હાલમાં જ જરૂરી વસ્તુઓ માટે કિંમત મર્યાદા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. જ્યાર બાદ રાંધણ ગેસની કિંમતોમાં લગભગ 90 ટકા જેટલો ઉછાળ આવ્યો છે.
અહીં મોંઘવારીએ સામાન્ય માણસની કમર ભાંગી
દરેક વસ્તુઓના ભાવ આકાશને આંબી ગયા
રાંધણ ગેસના ભાવમાં 90 ટકાનો ઉછાળ
ફક્ત ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરમાં લોકો મોંઘવારીની માર સહન કરી રહ્યા છે. ભારતમાં રાંધણ ગેસની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. પરંતુ ભારત જ નહીં પરંતુ પડોસી દેશોમાં પણ રસોઈ ગેસના ભાવમાં બમ્પર વધારો થયો છે. શ્રીલંકામાં રસોઈ ગેસની કિંમતો બે ઘણી વધી ગઈ છે.
હકીકતે અહીં સરકારે હજુ હાલમાં જ જરૂરી વસ્તુઓ માટે મુલ્ય સીમા સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. જ્યાર બાદ રાંધણ ગેસની કિંમતોમાં લગભગ 90 ટકા વધારો થયો છે. તેની તુલનામાં જોઈએ તો ભારતમાં 14.2 કિલો વાળા ઘરેલુ એલપીજી સિલિન્ડર હજુ પણ 1000 રૂપિયાથી ઓછા છે.
2,657 રૂપિયા સુધી સિલિન્ડર
શ્રીલંકામાં ગયા શુક્રવારે ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1,400 રૂપિયા હતી. પરંતુ હવે 1,257 રૂપિયા વધીને 2,657 રૂપિયા થઈ ગઈ છે. આ ઉપરાંત અહીં એક કિલો દૂધ હવે 250 રૂપિયા મોંઘુ થઈને 1,195 રૂપિયા થઈ ગયું છે. આવું જ અન્ય જરૂરી વસ્તુઓ જેવી કે ઘઉંનો લોટ, ખાંડ અને સીમેન્ટની કિંમતોમાં પણ બમ્પર વધારો થયો છે.
લોકોમાં રોષ
અહીંના લોકોમાં રાંધણ ગેસની કિંમતોમાં રેકોર્ડ વૃદ્ધિના કારણે આક્રોશ જોવા મળી રહ્યો છે. કિંમતોને પરત લેવાની માંગની સાથે સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ નારાજગી વ્યક્ત કરી છે. ઉપભોક્તા સંરક્ષણ પ્રાધિકરણના પ્રવક્તાએ જણાવ્યું, "કેબિનેટે દૂધ પાઉડર, ઘઉંનો લોટ, ખાંડ અને તરલીકૃત પેટ્રોલિયમ ગેસ માટે મુલ્ય નિયંત્રણ હટાવવાનો નિર્ણય કર્યો છે. તેની પાછળ તે આશા હતી કે તેનાથી આપુર્તિ વધશે. કિંમત 37 ટકા સુધી વધી શકે છે. પરંતુ અમને આશા છે કે ડીલર કારણ વગર નફો નહીં કમાય."
મહત્વનું છે કે શ્રીલંકા સરકારે ગુરુવારની રાતે રાષ્ટ્રપતિ ગોટાબયા રાજપક્ષેની અધ્યક્ષતામાં થયેલી મંત્રીમંડળની બેઠક બાદ દૂધ પાઉડર, ગેસ, ઘઉંનો લોટ અને સીમેન્ટની કિંમત સીમાને ખતન કરવાનો નિર્ણય લીધો. ત્યાર બાદથી જ કિંમતોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.