lpg cylinder became cheaper or more expensive today see the rate of june 1
LPG Cylinder /
જૂન મહિનામાં જાણો શું રહેશે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ, તમારા ખિસ્સા પર કેવી કરશે અસર
Team VTV09:19 AM, 01 Jun 21
| Updated: 09:51 AM, 01 Jun 21
જૂન મહિનાની શરૂઆતમાં ઘરેલૂ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી અને સાથે જ કર્મશિયલ સિલિન્ડરના ભાવ પણ ઘટ્યા છે.
જૂન મહિનામાં ઘટ્યા કર્મશિયલ સિલિન્ડરના ભાવ
જૂન મહિનામાં ઘરેલૂ સિલિન્ડરના ભાવમાં નથી થયો ફેરફાર
ગેસ સિલિન્ડર 809 રૂપિયામાં જ મળશે
મે મહિનામાં પણ ભાવવધારો થયો ન હતો
એપ્રિલમાં ઘરેલૂ એલપીજી સિલિન્ડરના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આજે પણ દિલ્હીમાં એલપીજી સિલિન્ડરના ભાવ 809 રૂપિયા છે. દિલ્હીમાં આ વર્ષે જાન્યુઆરીમાં એલપીજીના ભાવ 694 રૂપિયા હતો અને સાથે ફેબ્રુઆરીમાં તેને વધારીને 719 રૂપિયા કરી દેવાયો હતો. 15 ફેબ્રુઆરીએ ફરી વધારા બાદ તે 769 રૂપિયા થયો તો 25 ફેબ્રુઆરીએ ભાવવધારા બાદ 794 રૂપિયા થયો. માર્ચમાં આ ગેસ સિલિન્ડરના ભાવ 819 રૂપિયા થયા હતા. આ મહિને ઘરેલૂ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી તેનાથી લોકોને મોટી રાહત મળી છે. આ સાથે કર્મશિયલ સિલિન્ડરના ભાવમાં પણ લોકોને 122 રૂપિયાની રાહત મળી છે.
જૂન મહિનામાં કર્મશિયલ ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા
IOCની વેબસાઈટ અનુસાર દિલ્હીમાં આજથી 19 કિલોના કર્મશિયલ સિલિન્ડરના ભાવમાં 122 રૂપિયાનો ઘટાડો કરાયો છે. એટલે કે તેની નવી કિંમત 1473.50 રૂપિયા થઈ છે. મે મહિનામાં તેની કિંમત 1595.50 રૂપિયા હતી.
મે મહિનામાં ઘટાડાયા હતા કર્મશિયલ સિલિન્ડરના ભાવ પણ
14 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો મે મહિનાની શરૂઆતમાં કરાયો નથી પરંતુ સાથે જ 19 કિલોના કર્મશિયલ ગેસ સિલિન્ડરની કિંમચમાં 46 રૂપિયાનો ઘટાડો કરાયો છે. દિલ્હીમાં કર્મશિયલ સિલિન્ડરની કિંમત 1595.50 રૂપિયા, ચેન્નઈમાં 1726 રૂપિયા છે.