lpg cylinderનું વજન 14.2 કિલોગ્રામ હોવાના કારણે તેને લઈ જવા લાવવા માટે મહિલાઓને મુશ્કેલી થતી હોવાને ધ્યાનમાં રાખીને સરકારે તેનું વજન ઓછુ કરવાના વિવિધ વિકલ્પો પર વિચાર કર્યો છે.
LPG ગ્રાહકો માટે કામની ખબર
ઘટી શકે છે સિલિન્ડરનુ વજન
ગૃહિણીઓને નહીં પડે મુશ્કેલી
LPG ગ્રાહકો માટે કામની ખબર છે. હવે રસોઈ ગેસનું વજન ઓછુ થઈ શકે છે. હકીકતે રસાઈ ગેસ સિલિન્ડરોનું વજન વધારે હોવાના કારણે મહિલાઓને મુશ્કેલી થતી હતી. પરંતુ સિલિન્ડરનું વજન ઓછુ હોય તો સામાન્ય માણસને તકલીફ નહીં રહે.
હવે સિલિન્ડર ઉઠાવવામાં નહીં પડે તકલીફ
મહત્વનું છે કે ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરોનું વજન 14.2 કિલોગ્રામ હોવાથી તેને લાવવા લઈ જવામાં મુશ્કેલીઓ થતી હતી. તેનાથી મહિલાઓને રાહત આપવા માટે સરકાર તેનું વજન ઓછુ કરવાના વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે.
હકીકતે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ વાતની જાણકારી આપી હતી. આ પહેલા એક સદસ્યએ સિલિન્ડરના ભારે હોવાના કારણે મહિલાઓને મુશ્કેલી થતી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. એટલે મહિલાઓને હવે ભારે સિલિન્ડર નહીં ઉઠાવવો પડે.
મહિલાઓને થશે સગવડ
મંત્રી હરદીપ સિંહ પુરીએ હવે એક પ્રશ્નના જવાબમાં કહ્યું, "અમે નથી ઈચ્છતા કે મહિલાઓ અને દિકરીઓ જાતે સિલિન્ડરનું ભારે વજન ઉપાડે અને તેના વજનમાં ઘટાડો કરવા પર અમે વિચાર કરી રહ્યા છીએ." મંત્રીએ જણાવ્યું, "અમે વચ્ચેનો રસ્તો કાઢીશું."