બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
નવેમ્બર મહિનાની શરૂઆત આજથી થઈ ગઈ છે અને મહિનો બદલાય તેની સાથે અનેક વસ્તુઓમાં બદલાવ આવતા હોય છે ત્યારે મોંઘવારીમાં રાહત સમાન સમાચાર સામે આવી રહ્યા છે.
કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટ્યા
નવેમ્બર મહિનાની પહેલી તારીખથી LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે, કોમર્શિયલ સિલિન્ડરમાં જ આ રાહત આપવામાં આવી છે જેમાં 19 કિલોના સિલિન્ડરના ભાવમાં 115.50 રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. નોંધનીય છે કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી, 6 જુલાઇ બાદથી જ આ ભાવ સ્થિર છે.
ADVERTISEMENT
ઘરેલુ સિલિન્ડર
સરકારે જનતાને સીધી જ રાહત મળે તેવા સિલિન્ડર એટલે કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કર્યો નથી. દેશના મહાનગરોમાં અત્યારે ઘરેલુ સિલિન્ડરના ભાવ 1050 રૂપિયાની આસપાસ ચાલી રહ્યા છે.
1 નવેમ્બરથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 40 પૈસાનો ઘટાડો
1 નવેમ્બર મંગળવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. 22 મેના રોજ કેન્દ્ર સરકારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લિટર પર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.