બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Low potato prices, huge losses to farmers, demand for government assistance

રોવાનો વારો / સરકાર મદદ કરો: બટેટા પકવતા ખેડૂતો પાયમાલ, ભાવ તળિયે બેસતા દયનીય સ્થિતિ,સરકારી સહાયની આશ

Vishnu

Last Updated: 04:50 PM, 22 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બટેટાના પાકમાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો, કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનના ભાડા જેટલો પણ ભાવ ન મળતા મોટી નુકસાની

  • બટેટાના ભાવ ન મળતા ખેડૂતોને નુકસાની
  • ખેડૂતોએ સરકારને નુકસાની આપવા કરી માગ
  • કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનના ભાડા જેટલો પણ ભાવ નથી મળતો

કોરોનાએ આમ જ ખેડૂતને રસ્તા પર લાવી દીધા છે બીજી તરફ વરસાદની ક્યાંક ઘટ અથવા ક્યાંક વધને કારણે ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે આ તરફ જો પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો વધુ ડામ પડ્યો છે. જો બટેટાના ખેડૂતોની વાત કરવામાં આવે તો બટેટાના ભાવ સાવ તળિયે બેસી જતા ખેડૂતોને પાક માથે પડે તેમ છે હાલ બટેટાનો પ્રતિમણ એટલે કે 20 કિલોનો 80 થી 120 રૂપિયા ભાવ મળી રહ્યો છે જેનો સીધો મતલબ એ થાય છે કે જો કિલો દીઠ માત્ર ખેડૂતોને 4 થી 6 રૂપિયા મળી રહ્યા છે જેથી ખેડૂતોને પાકનું વળતર તો ઠીક પણ રૂપિયા મૂકવાનો વારો આવ્યો છે. આથી ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે અને બટેટાનું બજાર ઉપર લાવવા આજીજી કરી રહ્યા છે.

કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનના ભાડા જેટલો પણ ભાવ નથી 
હાલમાં ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટેશનના ભાડા જેટલો પણ ભાવ નથી મળતો. માટે સરકાર કોલ્ડ સ્ટોરેજના ભાડામાં મદદ કરે. દહેગામ ક્લસ્ટરમાં કુલ 42 કોલ્ડ સ્ટોરેજ છે. જ્યારે આ વર્ષે કુલ 73 લાખ કટ્ટાનું સ્ટોરેજ થયું છે. અને ઓગસ્ટના અંતમાં 43.13 લાખ કટ્ટા માલ પડ્યો છે. અને ગયા વર્ષે કુલ 58.39 લાખ કટ્ટા સ્ટોરેજ થયું હતું. જ્યારે 2020માં ઓગસ્ટના અંતમાં 32 લાખ ઓગસ્ટના અંતમાં 32 લાખ કટ્ટા સ્ટોક સ્ટોરેજમાં પડ્યો હતો. આકડા પરથી સ્પષ્ટ જાણી શકાય છે કે બટેટા કોલ્ડ સ્ટોરેજમાં પડ્યા છે ખેડૂતો વગર કામનું ભાડું ભરી સારા ભવાની આસે બેઠા છે. હવે ખેડૂતો થાક્યા છે.. કોલ્ડ સ્ટોરેજના ભાડા ભરવાના રૂપિયાના પણ ફાંફાં પડી રહ્યા છે.

ખેડૂતોની શું છે માંગ
બટેટાની માંગ નહીં વધતાં ખેડૂતો પાયમાલ થયા છે. બટેટાના ભાવ 80થી 120 રૂપિયા પ્રતિ મણ પર પહોંચ્યા છે. ત્યારે ખેડૂતોનું કહેવું છે કે તેઓએ કરેલા ખર્ચ જેટલા ભાવ પણ નથી મળી રહ્યાં. જેને લઇ ખેડૂતોએ સરકારને માગ કરી છે કે તેમને સરકાર મદદ કરે. દહેગામ,બાયડના બટેટા પકવતાં ખેડૂતોએ માગ કરી છે કે વર્ષ દરમિયાન કોલ્ડ સ્ટોરેજમાં બટેટા મુકનાર ખેડૂતોને સરકારે નુકસાની આપવી જોઇએ. અને બટેટા પોષણક્ષમ ભાવ જળવાઈ રહે તે માટે ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ