Love and wife kill husband by hitting him on a hammer
ક્રાઈમ /
વલસાડમાં કાતિલ બની પત્ની, પ્રેમી સાથે મળી પતિને હથોડા મારી-મારીને પતાવી નાંખ્યો
Team VTV03:27 PM, 27 Nov 21
| Updated: 04:43 PM, 27 Nov 21
વલસાડામાં ખેલાયો ખૂની ખેલ, આડાસંબંધોની આડમાં પ્રેમી સાથે મળીને પત્નીએ કરી નાખી પતિની હત્યા, માથામાં બોથડ પદાર્થ મારીને પતિને મોતની ઘાટ ઉતારી દીધો, સમગ્ર કેસનો થયો પર્દાફાશ...
વલસાડના કપરાડામાં હત્યા
પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી
ગણતરીના સમયમાં આરોપીઓ ઝડપાયા
વલસાડના કપરાડામાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો છે, 24 નવેમ્બરે કપરાડાના ચાવશાળા ગામે ખેતરમાં એક પુરૂષની લાશ મળી આવી હતી. આ લાશ ચાવશાળાના શંકર કાશીરામ ચૌધરીની હોવાનું જણાતા ગામમાં ખળભળાટ મચી ગયો હતો..જો કે સમગ્ર મામલે પોલીસે જાણ કરાતા પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી હતી..
પ્રેમી સાથે મળી પત્નીએ પતિની હત્યા કરી
વાપીના એક યુવાન સામે પત્નીએ પ્રેમ સંબંધ બંધાતા પતિની નિર્મમ હત્યા કરી દેવામાં આવી, પત્નીએ પ્રેમી સાથે મળીને પતિના માથાના ભાગે બોથડ પર્દાથ મારીને તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.. બાદમાં તેની લાશેને ખેતરમાં જઈને ફેંકી દેવામાં આવી હતી. ત્યારે બાદ હત્યા નિપજાવનાર આરોપી યુવક પોતાના વતન ભાગી ગયો હતો.. જે કે સમગ્ર મામલે પોલીસ સઘન તપાસ હાથ ધરી હતી.. જેમાં મૃતકની પત્નીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું ખુલ્યું હતું.. પોલીસ પત્ની વધુ પૂછપરછ કરતા સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.. જે બાદ પોલીસે આરોપીને યુપીમાંથી ઝડપી પાડ્યો હતો. અને ગુનાનો ભેદ ઉકેલ્યો હતો..
ગણતરીના સમયમાં આરોપીઓ ઝડપાયા
કપરાડાના ચાવશાળા ગામે ખેતરમાં એક પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો..જેની જાણ કપરાડા પોલીસને કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક યુવક ચાવશાળાના શંકર કાશીરામ ચૌધરીની હોવાનું સામે આવ્યું હતું જોકે કોણે યુવકની નિર્મમ હત્યા કરી તેને લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં મરનારની પત્ની પોલીસે પૂછપરછ કરતાં પત્નીના આડાસંબંધની વાત બહાર આવી હતી અને પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યું હોવાનું ખુલ્યું હતું, પત્નીએ વાપીમાં રહેતા યુવક સાથે પ્રેમ સંબંધમાં પ્રેમી અને અન્ય એક સાગરિત સાથે મળીને પતિને માથાના ભાગે બોથડ પદાર્થ મારી મોતને ઘાટ ઉતારી દીધો હોત.. અને બાદમાં તેની લાશને ખેતરમાં ફેંકી દીધી હતી.. જ્યારે આરોપી યુવક યુપીમાં તેના વતન ફરાર થઈ ગયો, જો કે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલાતા પોલીસે પ્રેમીને પણ યુપીમાંથી ઝડપી પાડ્યો હતો અને ગુનાનો ભેદ ઉકેલ્યો હતો...