બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ધર્મ / Lord Shiva may get angry on Monday due to this one mistake, know the way to please

હર હર મહાદેવ / આજના દિવસે ભૂલથી પણ ન કરતાં આ નાની ભૂલ, પ્રસન્ન થવાની જગ્યાએ ક્રોધિત થઈ જશે ભોળેનાથ

Megha

Last Updated: 09:43 AM, 22 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના દિવસે મહાદેવની કૃપા મેળવવા માટે આ સરળ ઉપાય કરી લેશો તો જીવનમાં આવેલ દરેક પરેશાની અને સમસ્યા ભોળેનાથ દૂર કરી દેશે.

  • સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે
  • સોમવારે સવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ ચઢાવો
  • આજના દિવસે શું કરવું અને શું નહીં જાણો                        

આપણા હિન્દુ શાસ્ત્રો મુજબ અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત છે અને એ જ રીતે આજે સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત છે એવું માનવામાં આવે છે. અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે ભગવાન શિવને પ્રસન્ન કરવા સરળ છે. તેમની આરધના કરવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ સોમવાર એટલે કે આજનો દિવસ ગણવામાં આવે છે. સાથે જ એવી પણ માન્યતા છે કે આજના દિવસે મહાદેવની કૃપા મેળવવા માટે આ સરળ ઉપાય કરી લેશો તો જીવનમાં આવેલ દરેક પરેશાની અને સમસ્યા ભોળેનાથ દૂર કરી દેશે.

સાથે જ એવી પણ માન્યતા છે કે આજના દિવસે મહાદેવની કૃપા મેળવવા માટે આ સરળ ઉપાય કરી લેશો તો જીવનમાં આવેલ દરેક પરેશાની અને સમસ્યા ભોલેનાથ દૂર કરી દેશે. ભગવાન શિવને ભોલેનાથના નામે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે મહાદેવ ઘણા કૃપાળુ અને દયાળુ ભગવાન છે. એ ભક્તોની ભક્તિથી જલ્દી જ પ્રસન્ન થઈ જાય છે અને એટલા માટે જ એમને ભોલેનાથના નામે ઓળખવામાં આવે છે.

સોમવારનો ઉપાય  
સોમવારે સવારે વહેલા સ્નાન કરીને પૂજા કર્યા પછી મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ. સોમવારે સવારે શિવ મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ ચઢાવો અને સાથે જ 'ઓમ નમઃ શિવાય'નો જાપ કરતા રહો. આ સિવાય સોમવારે પૂજામાં બિલી પત્ર અને ચોખાનો ઉપયોગ કરવો જોઈએ સાથે જ પૂજામાં પીળા ચંદનનો ઉપયોગ કરો. જે લોકોના લગ્ન નથી થતાં અથવા લગ્નમાં કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેમણે સોમવારે સવારે વહેલા ઊઠીને સ્નાન વગેરે કરીને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.

આજના દિવસે શું કરવું અને શું નહીં 
એવું માનવામાં આવે છે કે સોમવારની પૂજા દરમિયાન ક્યારેય પણ કાળા રંગના કપડા પહેરીને ન બેસવું જોઈએ. આ સિવાય જો તમે સોમવારે ઉપવાસ કરી રહ્યા છો તો આ દિવસે કોઈ ખોટું કામ કરવાની કોશિશ ન કરવી જોઈએ. આ સાથે જ ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો જોઈએ. ધ્યાન રાખો કે શિવને નારિયેળ ચઢાવવું શુભ છે પરંતુ ભોલેનાથને ક્યારેય નારિયેળ પાણી ન ચઢાવવું જોઈએ. ભગવાન શિવની પૂજાના દિવસે તમે લીલા, લાલ, સફેદ, કેસરી અથવા પીળા વસ્ત્રો પહેરી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ